Rajkot,તા.18
આવાસ ફાઈનાન્સીયર લી. સામે નોંધાયેલી ફરીયાદ રદ કરવા રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ સમક્ષ રાજેશભાઈ ગીજુભાઈ વાજા અને પ્રવિણાબેન રાજેશભાઈ વાજા દ્વારા આવાસ ફાઈનાન્સીયર લી. સામે રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ સમક્ષ ફરીયાદ કરવામાં આવી હતી. જેમા રાજેશભાઈ વાજા અને પ્રવિણબેન વાજા દ્વારા સરકારના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણવિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજકોટ મહાનગર પાલીકા દ્વારા ટાઉનશીપમાં રૂા.૧૨ લાખની કિંમતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સબસીડીની રકમ રૂા. ૨.૬૭ લાખના લાભાલાભ સાથે ખરીદ કરી હતી. જે લોન મંજુર થયેલ જે લોન કિંમત મુજબ અરજદાર અને સામાવાળાને ધોરણસર નોટીસ બજતા સામાવાળાએ એડવોકેટ મારફતે જરૂરી જવાબ અને તેના સમર્થન તથા લેખીત દલીલ રજુ રાખી અરજદાર અને સામાવાળા આવાસ ફાઈનાન્સીયર લી. વતી સીનીયર એડવોકટ અભિષેક એન. શુકલ દવારા દલીલ કેસને રીલેવન્ટ જજમેન્ટ ફોરમ સમન્સ રજુ રાખ્યા બાદ રાજકોટ જીિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ ફરીયાદ રદ કરવા હુકમ કરવામાં આવ્યો છે.આ કેસમાં આવાસ ફાઈનાન્સીયર લી. વતી શુકલ લીગલ સર્વીસ ટીમના સિનિયર એડવોકેટ નલીનકુમાર કે. શુકલ, અભિષેક એન. શુકલ, હેતલ એ. શુકલ, જય એન. શુકલ, જય ડી. બરદાના, નીલ વાય. શુકલ, અજય એન. રાઠોડ, વિશ્વરાજસિંહ ગોહિલ, ભાર્ગવી એમ. પંડયા, મિતલ આર. ખખ્ખર, શકિત કે. ગઢવી, સહાયક રિધ્ધિ એ. શ્રીમાળી, મિતુલ કે. કાછડીયા, વિવેક પી. પારેખ અને ભરતભાઈ કે. ગઢવી રોકાયા હતા.