New Delhi તા.7
દુબઈમાં ચેમ્પીયન્સ ટ્રોફી ફાઈનલ પુર્વે ભારતીય ટીમ નેટપ્રેકટીસ કરી રહી છે તે સમયે ગઈકાલે ટીમના પેસબોલર મહમ્મદ શામીએ પોતે એનર્જી ડ્રીન્ક પીતા હોય તેવી તસ્વીર વાયરલ કર્યા બાદ સર્જાયેલા વિવાદમાં હવે અગાઉ રોહિત શર્માને જાડા તરીકે કહેનાર કોંગ્રેસના પ્રવકતા ડો. શમાએ હવે મહમ્મદ શામીની તરફેણ કરી છે.
તેમણે કહ્યું કે, રોઝા રાખવા કે કેમ તે કોઈપણ મુસ્લિમ પોતાની રીતે નકકી કરી શકે. રોઝા નહી રાખનાર અપરાધી નથી અને તેથી જ તેની ટીકા થવી જોઈએ નહી.
અગાઉ મૌલાના શાહબુદીન રઝવીએ રમજાન દરમ્યાન આ પ્રકારે એનર્જી ડ્રીન્ક પિતા હોય તેવો વિડીયો વાયરલ કરવા મુદે મહમ્મદ શામીની ટીકા કરી હતી.