Rajkot:ચેક રીટર્ન થતા જલદીપ તંતી સામે કોર્ટમાં ફરિયાદ નોંધાઈ

Share:

Rajkot, તા.28
રાજકોટના જલદીપભાઈ ભરતભાઈ તંતી વિરુધ્ધ રૂ.43,000 ના ચેકો રીટર્ન થતા રાજકોટની કોર્ટમાં ચેક રીટર્ન થવા બદલ આરોપી જલદીપભાઈ ભરતભાઈ તંતી વિરુધ્ધ ફરિયાદ થતા કોર્ટ દ્વારા સમન્સ ઈશ્યુ કરવામા આવેલ છે.

ફરીયાદીની ટુકમાં વિગત એવી છે કે ફરીયાદી મનીષકુમાર જીવરાજભાઈ આંગોલાએ આરોપી જલદીપભાઈ તંતીને નવેમ્બર -2024માં રૂ. 50,000 મિત્રતાના સંબંધે હાથ ઉછીના આપેલા.

આરોપીએ આ રકમની આંશીક ચુકવણી પેટે રૂ.43,000 ના ચેકો આપેલ જે ચેકો ફરીયાદીએ પોતાની બેંકમાં વટાવવા નાખતા ચેકો વટાવાયા વગર ફંડ ઈનસફીસીયન્ટના શેરા સાથે પરત ફરતા ફરીયાદીએ પોતાના એડવોકેટ મારફત ચેક રીટર્ન થયા અંગેની ડીમાન્ડ નોટીસ પાઠવવા છતાં રકમ ન ચુકવતા ફરીયાદીએ આરોપી વિરુધ્ધ રાજકોટના એડી. ચીફ જ્યું. મેજી.ની કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ.

જે ફરિયાદ કોર્ટે રજીસ્ટર લઈ આરોપી જલદીપભાઈ તંતીને કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઈશ્યુ કરેલ છે. આ કેસમાં ફરીયાદી વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી જયમીન જરીયા તેમજ લીગલ આસીસ્ટન્ટ તરીકે દર્શિત પાડલીયા તથા રોનિત ભાયાણી રોકાયેલ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *