Morbi,તા.28
ગાંધી ચોકમાં આવેલ પેટ્રોલ પંપ પાસેથી સપ્તાહ પૂર્વે એકટીવાની ચોરી થઇ હતી જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં રહેતા મહિપતસિંહ લાખુભા ઝાલાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૯ ના રોજ રાત્રીના સાડા નવથી દશ વાગ્યાના અરસામાં ફરિયાદીનું એકટીવા જીજે 03 એફએસ ૯૩૨૫ કીમત રૂ ૨૦ હજાર વાળું ગાંધીચોકમાં પેટ્રોલ પંપ પાસે રાખ્યું હતું જે એકટીવા અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે