Morbi,તા.10
મેડીકલ કોલેજ ગેટ પાસે રાખેલ બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હતો જે ચોરીના બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
મોરબીની ફૂલછાબ કોલોનીમાં રહેતા જગદીશભાઈ રમેશભાઈ બોડા (ઉ.વ.૩૩) વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૩૧-૦૧ ના સવારથી સાંજ સુધી ફરિયાદીનું બાઈક જીજે ૩૬ એએ ૩૯૩૭ કીમત રૂ ૩૦,૦૦૦ વાળું રેલ્વે સ્ટેશન પાસે મેડીકલ કોલેજ ગેટ પાસે પાર્કિંગમાં રાખ્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે