Jamnagar,તા.10
જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 11માં સંદીપ એપાર્ટમેન્ટના બ્લોક નંબર બી-16માં રહેતા અને કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા હિતેન્દ્રસિંહ પ્રવીણસિંહ પરમાર નામના 45 વર્ષના યુવાને પોતાના એપાર્ટમેન્ટમાં આવી પોતાની પત્નીની હાજરીમાં ફ્લેટ નજીક હંગામો મચાવી સીસીટીવી કેમેરા તોડી નાખી નુકસાન પહોંચાડવા અંગે મયુર ઉર્ફે ધર્મિન માડમ સામે ફરિયાદ નોંધાવી છે.
ફરીથી યુવાન પોતાના કામસર બહાર હતા, જે દરમિયાન ગઈકાલે રાત્રિના 11.00 વાગ્યાના અરસામાં આરોપી મયુર ઘરે ધસી આવ્યો હતો, અને બોલાચાલી કરી હતી. તેમજ પાર્કિંગમાં લગાડેલા બે સીસીટીવી કેમેરા તોડી નાખી ભાગી છૂટ્યા હતા. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પીએસઆઇ એમ.વી. મોઢવાડિયા તપાસ ચલાવે છે.