Sokhda ના સાધુના આપઘાતની હકિકત છુપાવનાર 5 સાધુ વિરૂદ્ધ ફરિયાદ, પુરાવા કર્યા હતા સગેવગે

Share:

Vaodara,તા.06

અવાર-નવાર વિવાદોને કારણે ચર્ચામાં રહેનાર સોખડા સ્વામિનારાયણ મંદિર ખાતે સાધુ તરીકે સેવા આપતા ગુણાતીત ચરણદાસ સ્વામીએ ગત 27-4-2022 ના રોજ પોતાના રૂમમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પરંતુ સાધુ ત્યાગ વલ્લભ સ્વામી સહિત 5 લોકોએ તેમનું મોત કુદરતી રીતે થયું છે, એવું કથન કરી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી આ મામલે મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2022 માં સોખડા સ્વામિનારાયણ મંદિર ખાતે સાધુ તરીકે સેવા આપતા ગુણાતીત ચરણદાસ સ્વામીએ ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. આ વાત (1) કિશોર નારાયણભાઈ ત્રાંગડીયા (રહેવાસી વંથલી જુનાગઢ) (2) સાધુ હરી પ્રકાશદાસ ગુરુ હરી પ્રસાદદાસજી (રહેવાસી યોગી આશ્રમ સોખડા) (3) સાધુ પ્રભુ પ્રિયદાસ ગુરુ હરીપ્રસાદ દાસજી (રહેવાથી સોખડા) (4) સાધુ જ્ઞાન સ્વરૂપ ગુરુ હરીપ્રસાદજી (રહેવાસી યોગી આશ્રમ ચોપડા) તથા (5) સાધુ ત્યાગ વલ્લભદાસ સ્વામી ગુરુ હરીપ્રસાદ સ્વામી રહેવાસી યોગી (આશ્રમ સોખડા) જાણતા હતા પરંતુ તેમને હકિકત છુપાવી હતી.

આ ઉપરાંત ફાંસાને લગતા પુરાવાઓ જેવા કે હુક તથા ગાતડ્યું (પીળાં કલરના વસ્ત્ર) સગેવગે કરી દીધા હતા અને  અને તેમનું મોત કુદરતી રીતે થયું છે, એવું કથન કરી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો.

આ અંગે મંજુસર પોલીસે (1) કિશોર નારાયણભાઈ ત્રાંગડીયા રહેવાસી વંથલી જુનાગઢ (2) સાધુ હરી પ્રકાશદાસ ગુરુ હરીપ્રસાદદાસજી રહેવાસી યોગી આશ્રમ સોખડા (3) સાધુ પ્રભુ પ્રિયદાસ ગુરુ હરીપ્રસાદ દાસજી રહેવાથી સોખડા તથા (4) સાધુ જ્ઞાન સ્વરૂપ ગુરુ હરીપ્રસાદજી રહેવાસી યોગી આશ્રમ ચોપડા તથા (5) સાધુ ત્યાગ વલ્લભદાસ સ્વામી ગુરુ હરીપ્રસાદ સ્વામી રહેવાસી યોગી આશ્રમ સોખડા સામે એન.સી ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ ફરિયાદ મુંબઈના ભાયંદર ખાતે રહેતા હસમુખભાઈ મોહનલાલ ત્રાગડીયાએ નોંધાવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *