Rajkot :ચાર ઇજાગ્રસ્ત અને છ મૃતકના વારસદારો ને રૂ.૧,૦૬,કરોડનું વળતર મંજુર

Share:
મેગા લોક અદાલતમાં અકસ્માત વળતરના જુદા જુદા ૧૦ કેસ મુકવામાં આવ્યા તા
Rajkot.
તાજેતરમાં જ યોજાયેલ મેગા લોક અદાલતમાં અકસ્માત વળતરના જુદા જુદા ૧૦ કેસ મુકવામાં આવ્યા હતા. જેમાં ચાર કેસમાં ઇજાગ્રસ્તોને અને છ કેસમાં મૃતકના વારસદારોનું રૂ.૧,૦૬,૧૯,૦૦૦નું વળતર મંજૂર કરવામાં આવ્યું હતું. આ કેસની હકીકત મુજબ તાજેતરમાં જ યોજાયેલ મેગા લોક અદાલતમાં કોર્ટના માર્ગદર્શન હેઠળ વળતરના ક્લેઇમ કેસો લોક અદાલતમાં મૂકવામાં આવેલ હતા અને બંને પક્ષકારો, વિમા કંપનીઓ અને વકીલોના સમાધાનકારી વલણથી ટૂંકાગાળામાં સુખદ નિરાકરણ આવેલ હતું તેમજ અન્ય કેસોમાં  કોર્ટ તરફથી ચુકાદાઓ ફરમાવવામાં આવેલ હતા અને અરજદારોને વળતરની રકમ અપાવેલ છે.  અનેક કેસોમાં સુખદ સમાધાન મારફતે અનેક કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.  ત્યારે લોક અદાલતમાં અકસ્માત વળતરના જુદા-જુદા 10 કેસ મુકવામાં આવ્યા હતા. જેમાં ચાર ઇજાગ્રસ્તો અને છ અકસ્માત વળતરના કેસ હાથ પર લેવામાં આવ્યા હતા. અદાલતમાં થયેલ સમાધાન તથા  કોર્ટમાં ચાલી ગયેલ બે માસમાં કુલ દસ કેસોમાં ગોંડલ અને રાજકોટ કોર્ટે કુલ રૂ.૧,૦૬,૧૯,૦૦૦નું વળતર મંજૂર કરવામાં આવ્યું હતું.
આ કેસોમાં અરજદારો વતી એક્સિડન્ટ ક્લેઇમ કેસના સ્પેશિયાલિસ્ટ ગોંડલના યુવા એડવોકેટ મહેશ એચ. કંડોરિયા, મદદમાં કિશોર એન. વાઘેલા અને પરાગ ભેડા રોકાયા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *