Comedian Krishna Abhishek ની પત્ની કાશ્મીરા અકસ્માતમાં ઈજાગ્રસ્ત

Share:

Mumbai,તા.18

કોમેડિયન કૃષ્ણા અભિષેકની પત્ની અને અભિનેત્રી કાશ્મીરા લોસ એન્જલસમાં એક ભયાનક અકસ્માતનો શિકાર બની છે. તે આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થઈ છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીએ અકસ્માતની તસવીર શેર કરી છે. આ તસવીરમાં લોહીમાં લથબથ કપડાં નજર આવી રહ્યા છે. કાશ્મીરાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કેપ્શનમાં જણાવ્યું કે, આ અકસ્માત કેટલો ભયાનક હતો. 

કાશ્મીરા ભયાનક અકસ્માતનો શિકાર બની

કાશ્મીરા શાહે પોસ્ટ કરીને લખ્યું કે, ‘મને બચાવી લેવા માટે ભગવાનનો આભાર. આ ખૂબ જ ભયાનક અકસ્માત હતો. કંઈક મોટું થવાનું હતું, જે નાનામાં નીકળી ગયું. આશા છે કે કોઈ દાગ નહીં રહેશે. દરેક દિવસ અને દરેક ક્ષણને એક જ વારમાં જીવી જાઓ. મારાથી પરત ફરવાની રાહ નથી જોવાઈ રહી. હું આજે મારા પરિવારને ખૂબ યાદ કરી રહી છું.

કૃષ્ણા અભિષેકે કરી કોમેન્ટ

કાશ્મીરાની આ પોસ્ટ પર ચાહકો અને સેલેબ્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. કૃષ્ણા અભિષેકે પણ કોમેન્ટ કરીને લખ્યું કે, ભગવાનનો આભાર કે તું સુરક્ષિત છે. ઈન્ડસ્ટ્રીના ઘણા લોકોએ તેની તબિયત વિશે તેને કોમેન્ટ કરીને પૂછપરછ કરી છે. કાશ્મીરા સાથે આ ઘટના કેવી રીતે બની તે વિશે વધુ માહિતી નથી મળી. 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કાશ્મીરા છેલ્લે શો લાફ્ટર શેફ્સમાં જોવા મળી હતી. આ શો માં તેનો પતિ કૃષ્ણા અભિષેક પણ હતો. કાશ્મીરાએ શો માં ખૂબ જ મજાક-મસ્તી કરી હતી અને ચાહકોનું મનોરંજન કર્યું હતું. ચાહકોને કાશ્મીરાની ફની સાઈડ પસંદ આવી હતી. આ શોમાં નિયા શર્મા, કરણ કુન્દ્રા, અર્જુન બિજલાની, રીમ શેખ, અંકિતા લોખંડે જેવા અનેક સ્ટાર્સ હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *