Prayagraj તા.24
45 દિવસ ચાલનારા મહાકૂંભમાં ઉતર પ્રદેશનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે 12 વાર પ્રયાગરાજની મુલાકાત લીધી છે.સૌથી વધુ વાર મહાકુંભની મુલાકાત લેનારા તેઓ મુખ્ય પ્રધાન બની ગયા છે.
13 જાન્યુઆરીએ મહાકુંભનો શુભારંભ થયો હતો અને 19 જાન્યુઆરીએ મુખ્યપ્રધાન યોગીએ પૂજય શંકરાચાર્યો, સંત મહાત્માઓની મુલાકાત લીધી હતી અને સાથે જ વિવિધ એકિઝબીશન, બંધારણ-ગેલરી અને પર્યટન-ગેલરીનો શુભારંભ કર્યો હતો.
ત્યારબાદ બાવીસમી જાન્યુઆરીએ યોગી આદિત્યનાથ કેબીનેટની બેઠક પણ મહાકુંભમાં યોજાઈ હતી અને આખા પ્રધાનમંડળ સાથે તેમણે પાવન સંગમ સ્નાન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે, 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભનું હવે 26 ફેબ્રુઆરીના મહાશિવરાત્રીના રોજ સમાપન થવાનુ છે.અંતિમ દિવસોમાં હજુ મોટી સંખ્યામાં લોકો આવે તેમ હોવાની ગણતરીએ રાજય સરકાર એલર્ટ છે.વધુ વ્યવસ્થા ગોઠવવા ઉપરાંત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફરી વખત મહાકુંભમાં જાય તેવી સંભાવના છે.