Chief Minister નો હોદ્દો છીનવાઈ જતાં ભાજપના કદાવર નેતાનું દર્દ છલકાયું

Share:

Maharashta,તા.04

વસુંધરા રાજે સિંધિયાની વિવાદાસ્પદ ટિપ્પણીથી અફવાઓના બજારે જોર પકડ્યું છે. રાજેએ કહ્યું કે, ભાજપના નેતૃત્વ હેઠળ બધું બરાબર નથી. તેમના આ નિવેદન વખતે મુખ્યમંત્રી ભજન લાલ શર્મા પણ સ્ટેજ પર હાજર હતાં.

ભાજપના ટોચના નેતૃત્વએ ગત વર્ષે રાજસ્થાન ચૂંટણી બાદ પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સહિત ઘણાં કદાવર નેતાઓને સાઈડલાઈન કરીને ભજન લાલ શર્માને મુખ્યમંત્રી બનાવ્યા હતાં. ત્યારબાદ અટકળો ચાલી રહી હતી કે, રાજે હાઈકમાન્ડનો આ નિર્ણય આટલો સરળતાથી સ્વીકારશે નહીં. હવે આશરે એક વર્ષ બાદ, વસુંધરા રાજે સિંધિયાએ એવી ટિપ્પણી કરી જેનાથી અફવાઓએ ફરી હવા પકડી છે. રાજેએ કહ્યું કે, રાજસ્થાનમાં ભાજપ નેતૃત્વ હેઠળ બધું બરાબર નથી ચાલી રહ્યું.

ભાજપના દિગ્ગજ નેતા અને સિક્કિમના રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુર પોતાના ગૃહ રાજ્ય રાજસ્થાનનાં પ્રવાસ માટે જયપુર પહોંચ્યા હતાં. ત્યારે તેમના સન્માનમાં રાજસ્થાનમાં એક ભવ્ય અભિનંદન સમારોહ યોજાયો હતો. જ્યાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, નાયબ મુખ્યમંત્રી દીયા કુમારી અને પ્રેમચંદ બૈરવા, વિધાનસભા અધ્યક્ષ વાસુદેવ દેવનાની, પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને રાજેન્દ્ર રાઠોડ સહિત ભાજપના ઘણાં મોટા નેતાઓ હાજર હતાં. અભિનંદન સમારોહ દરમિયાન પોતાના સંબોધનમાં વસુંધરા રાજે સિંધિયાએ કહ્યું, ‘ઓમ માથુર ભલે ગમે તેટલી ઊંચાઈએ પહોંચી ગયાં, પરંતુ તેના પગ હંમેશા જમીન પર રહે છે. તેથી તેમના ચાહકો પણ અસંખ્ય છે. નહીંતર ઘણાં લોકોને પિત્તળની લવિંગ મળી જાય છે, તે પોતાને શાહુકાર સમજી લે છે.’

આ નિવેદન બાદ, લોકોમાં ચર્ચા થવા લાગી કે, રાજેનો નિશાનો ક્યાં છે? અમુક લોકોએ કહ્યું કે, વસુંધરાનું નિવેદન ભજનલાલ શર્મા માટે ટોણો હતો, કારણકે તેમના મુખ્યમંત્રી બન્યા બાદથી વસુંધરા નારાજ છે. જોકે, અમુક લોકોનું માનવું હતું કે, પૂર્વ મુખ્યમંત્રીનો નિશાનો હાજર ભાજપ પ્રદેશ અધ્યક્ષ મદન રાઠોડ પર હતો. મદન રાઠોડે હાલમાં જ રાજેના વખાણ કરતાં-કરતાં તેમના વિશે એક વિચિત્ર ટિપ્પણી કરી હતી. પાર્ટી સમારોહમાં રાજેની ગેરહાજરી વિશે રાઠોડે કહ્યું હતું, ‘જ્યારે તે દિલ્હી આવી, તો હું જોઈ રહ્યો હતો… ખૂબ જ અજીબ અને કમજોર લાગી રહી હતી.’

જોકે, આ બધું જ ફક્ત એક અનુમાન છે. તેમ છતાં વસુંધરા રાજે પાર્ટી નેતૃત્વને સંદેશ આપવાનો પ્રયત્ન કરી રહી છે કે, તે પ્રદેશની રાજનિતીમાં હજુ પણ પોતાનું વર્ચસ્વ અને પ્રતિષ્ઠા ધરાવે છે. રાજેએ કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, ‘વડાપ્રધાનના નજીકના વ્યક્તિ માથુર ઉપરથી ગરમ અને અંદરથી નરમ છે. તેણે છત્તીસગઢમાં કમળ ખિલવીને અશક્યને શક્ય કરી બતાવ્યું છે. વિપક્ષ કંઈપણ કહે, રાજ્યપાલ રબર સ્ટેમ્પ નથી. જેવો ઘોડેસવાર હશે ઘોડો તેવો જ દોડશે. ઓમ માથુર કુશળ ઘોડેસવાર છે, જેને લગામ ખેંચવી અને ચાબુક ચલાવવી બંને સારી રીતે આવડે છે.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *