યાત્રી સુવિધા અને માહિતી કેન્દ્રમાં આવનાર યાત્રીઓ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલ ડોક્યુમેન્ટ્રીનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન
Somnath તા.૨૧
રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા હતા. આ અવસરે સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી શ્રી જે.ડી.પરમાર અને માન.સચિવ શ્રીયોગેન્દ્રભાઈ દેસાઈ સાહેબે મુખ્યમંત્રીશ્રીનું પુષ્પગુચ્છ વડે સન્માનપૂર્વક સ્વાગત અભિવાદન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરીને ગંગાજળ અભિષેક કર્યો હતો તેમજ ભગવાનને પૂજા સામગ્રી તથા ગુલાબના પુષ્પોનીમાળા અર્પણ કરી હતી. આ પવિત્ર ક્ષણે તેમણે શ્રદ્ધા સાથે ભક્તિપૂર્વક શ્રી સોમનાથ મહાદેવને ગુજરાતના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
માન.મુખ્યમંત્રીશ્રી સાથે માન.પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બરાએ પણ શ્રી સોમનાથ મહાદેવની સોમેશ્વર પૂજા કરી. તેમણે આ અવસરે ધન્યતાનો અનુભવ વ્યક્ત કરી શાંતિ અને ભક્તિની અનુભૂતિ કરી અનુભવને જીવનપ્રેરક અને યાદગાર ગણાવેલ.
આ શુભ અવસરે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રી સુવિધા અને માહિતી કેન્દ્રમાં આવનાર યાત્રીઓ માટે તૈયાર કરાયેલ વિશેષ ડોક્યુમેન્ટ્રીનું માન.મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિમોચન કરાયું હતું. આ પ્રસંગે માન. વન અને પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરા, ટ્રસ્ટના માન.ટ્રસ્ટી શ્રી જે.ડી.પરમાર અને માન.સચિવ શ્રીયોગેન્દ્રભાઈ દેસાઈ સાહેબ ઉપરસ્થીત રહ્યા હતા.સોમનાથ મંદિરની પવિત્ર યાત્રામાં મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ મંદિરની આધ્યાત્મિક ઊર્જાની અનુભૂતિ કરી હતી.