CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ચૂક, કાફલામાં ઘુસી અજાણી કાર

Share:

Ahmedabad,તા.૨૧

પ્રજાસત્તાક પર્વ એટલે કે ૨૬ જાન્યુઆરી પહેલા મુખ્યપ્રધાનની સુરક્ષામાં ચૂક થઇ હોવાનું સામે આવ્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાફલામાં અજાણી કાર ઘુસી ગઇ. અમદાવાદમાં બોપલ રિંગરોડ પાસે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યુ છે. બોપલ જાહેર કાર્યક્રમથી પરત ફરતી વખતે ચૂક સામે આવી છે.મુખ્યમંત્રી પસાર થવાના હોય તે પહેલાં બ્લોકેજ પોઇન્ટ સામે સવાલ ઉઠ્‌યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના બોપલ ખાતે જાહેર કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા અને કાર્યક્રમમાંથી પરત નિર્ધારિત કાર્યક્રમ તરફ જવા રવાના થઈ રહ્યા હતા. ત્યારે બોપલ પાસેથી પસાર થતા હતા તે દરમિયાન એક અજાણી સફેદ કલરની કાર અચાનક તેમના કોન વેમાં પ્રવેશી ગઇ હતી. જો કે કાર પ્રવેશતાની સાથે જ પાયલોટ અને જે ટ્રેલ કાર હોય તેમને સમયસૂચકતાની સાથે એક્શન લેવા જોઈએ તે પ્રકારે એક્શન લીધા હતા.

મહત્વની વાત એ છે કે જે સ્થળેથી ભૂપેન્દ્ર પટેલનો કાફલો પસાર થઇ રહ્યો હતો, ત્યાં આગળ હાજર એક પોલીસકર્મીએ અચાનક જ એક્શન પણ લીધી અને તે અજાણી સફેદ કારને સાઈડમાં કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે અજાણ્યા કાર ચાલક દ્વારા ખૂબ જ બેદરકારી ભર્યુ વર્તન કરવામાં આવ્યુ તેવુ સ્પષ્ટપણે વીડિયોમાં જોવા મળી રહ્યુ છે.

મહત્વની વાત છે કે આગામી દિવસોમાં જ્યારે પ્રજાસત્તાક પર્વ આવી રહ્યો છે એક તરફ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ એક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. મહાકુંભ પણ દેશમાં યોજાઈ રહ્યો છે એટલે કે દેશમાં ઘણા બધા મોટા મોટા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તે પહેલાં ગુજરાત જેવા રાજ્યના મુખ્યમંત્રી પસાર થતા હોય અને તેમના કોનવેમાં આ પ્રકારે અજાણી કાર ઘુસી જવી તે ખૂબ જ ચિંતાજનક બાબત કહેવાય. એટલે કે ચોક્કસથી કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જે કોનવે છે તેમાં સુરક્ષા સામે ચૂક સામે આવી છે.

હવે જોવાનું એ રહેશે કે જે અજાણી કાર ભૂપેન્દ્ર પટેલના કાફલામાં પ્રવેશી હતી, તેના સામે જે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ. સાથે જ કયા પ્રકારના એક્શન લેવામાં આવશે તે પણ એક ગંભીર પ્રશ્ન છે. પરંતુ આ પ્રકારે જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પસાર થતા હોય ત્યારે અજાણી કાર તેમના કોનવેમાં પ્રવેશ લે છે તે ખૂબ જ ચિંતાજનક બાબત ગણી શકાય.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *