Morbi,તા.26
કલેકટર દ્વારા બાળકોને આવકારવામાં આવશે
તા. ૨૭ ને ગુરુવારથી બોર્ડ પરીક્ષાનો શુભારંભ થઇ રહ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડ પરીક્ષાઓ માટે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે દરેક પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી અને અન્ય આનુસંગિક તૈયારીઓની જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ચકાસણી પૂર્ણ કરી દેવામાં આવી છે
ધોરણ ૧૦ ની પરીક્ષા માટે દશ કેન્દ્રોના ૫૧ બિલ્ડીંગમાં કુલ ૧૩,૮૨૯ વિદ્યાથીઓ પરીક્ષા આપશે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪ કેન્દ્રોના ૨૭ બિલ્ડીંગમાં ૭૨૩૬ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૩ કેન્દ્રોના ૮ બિલ્ડીંગમાં કુલ ૧૭૭૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે મોરબી જીલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ માં કુલ ૧૭ કેન્દ્રોમાં ૮૬ બિલ્ડીંગમાં કુલ ૨૨,૮૪૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જીલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જીલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતા, ઈઆઈ પ્રવીણભાઈ અંબારીયા અને ઝોનલ અધિકારી તરીકે ભાવેશભાઈ ભાલોડીયા અને શૈલેશભાઈ મેરજા સહિતના અધિકારીઓએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે પરીક્ષાના પ્રથમ દિવસે જીલ્લા કલેકટર કે બી ઝવેરી ડી જે પી કન્યા વિધાલય, નવા બસ સ્ટેન્ડ પાછળ વિદ્યાર્થીઓને તિલક કરી મીઠું મોઢું કરાવી પ્રવેશ આપશે