‘ચોકલી… ચોકલી…’, Sri Lankan ને Virat Kohli ને કર્યો ટ્રોલ, તો કિંગે પણ આપ્યો જડબાતોડ જવાબ

Share:

New Delhi તા.01

 ભારતીય ટીમે શ્રીલંકા સામે T20 સિરીઝમાં 3-0થી શાનદાર જીત હાંસલ કરી છે. હવે ટીમ ઇન્ડિયા રોહિત શર્માની કેપ્ટનસી હેઠળ વન ડે સિરીઝ જીતવા માટે તૈયાર છે. T20 વર્લ્ડ કપમાં આરામ પર રહેલા સ્ટાર ખેલાડી વન ડે સિરીઝ માટે શ્રીલંકા પહોંચી ચૂક્યા છે અને તેમણે ટ્રેનિંગ પણ શરૂ કરી દીધી છે. પરંતુ એવું લાગે છે કે T20 સિરીઝમાં હારની અસર શ્રીલંકાના ચાહકો પર પડી છે અને વિરાટ કોહલીનું અપમાન કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પ્રેક્ટિસ દરમિયાન વિરાટ કોહલીનું થયું અપમાન

વન ડે સિરીઝ માટે રોહિત શર્મા, કુલદીપ યાદવ, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, અને હર્ષિત રાણા શ્રીલંકા પહોંચી ચૂક્યા છે. સીરીઝ 2 ઓગસ્ટ થી શરૂ થશે અને બીજી અને ત્રીજી મેચ 4 અને 7 ઓગસ્ટના રોજ રમાશે. રોહિત અને વિરાટ આ સિરીઝ માટે નેટ પર જોરદાર પ્રેક્ટિસ કરતા નજર આવી રહ્યા છે. T20  વર્લ્ડ કપ બાદ આ તેમની પ્રથમ સિરીઝ છે. આગામી વર્ષે યોજાનારી ચેમ્પિયન ટ્રોફીની તૈયારીના ભાગરૂપે આ સિરીઝ મહત્વપૂર્ણ છે.

વિરાટ કોહલી સોમવારે સવારે શ્રીલંકા પહોંચ્યો હતો સોમવારે તેની પ્રથમ પ્રેક્ટિસ સેશન કોલંબોમાં વરસાદના કારણે રદ કરી દેવામાં આવી હતી. મંગળવારે તેણે પોતાની પ્રથમ નેટ સીઝન પૂર્ણ કરી આ દરમિયાન એક ચાહક દ્વારા વિરાટને ‘ચોકલી’ કહેતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

ગુસ્સામાં વિરાટે આપ્યો જડબાતોડ જવાબ

વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટ કોહલી પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે એક ચાહક તેની સામે જ ચોકલી-ચોકલીની બૂમો પાડવા લાગે છે. કોહલીએ તરત જ તેને જોયો અને કહ્યું કે અહીં નહીં. ત્યારબાદ ચાહક શાંત થઈ જાય છે. પરંતુ આ દરમિયાન કોહલી ખૂબ જ ગુસ્સામાં હતો અને તે તેના ચહેરા પર સ્પષ્ટ નજર આવી રહ્યું હતું. સોશિયલ મીડિયા પર કોહલી ટ્રોલ કરનારા લોકો ‘ચોકલી’ શબ્દનો ઉપયોગ કરે છે. આ શબ્દ ‘કોહલી’ અને ‘ચોક’થી બનેલો છે. આ ટ્રોલર્સનું માનવું છે કે, કોહલી મોટી મેચોમાં ભારત માટે સારું પ્રદર્શન નથી કરી શકતો તેથી તેને ટ્રોલર્સ ચોકલી કહે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *