આ શખ્સ ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે લોકોને અપીલ કરે છે અને ચેનલનું સબસ્ક્રિપ્શન ૯૦૦ રૂપિયા રાખ્યું છે
Rajkot,તા.૧૭
એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં ગુજરાતની હોસ્પિટલોમાં મહિલાઓના ચેકઅપની ક્ષણોના CCTV ફૂટેજ લીક થયા છે. આ ફૂટેજ એક વિકૃત માનસિકતા ધરાવતા શખ્સ દ્વારા યુટ્યુબ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, આ શખ્સ ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે લોકોને અપીલ કરે છે અને ચેનલનું સબસ્ક્રિપ્શન ૯૦૦ રૂપિયા રાખ્યું છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, હોસ્પિટલમાં સારવાર માટે જતા પહેલા ચેતજો, દર્દીઓની પ્રાઈવસીને ખતરામાં મુક્તિ ગંભીર ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપની ક્ષણોના CCTV રેકોર્ડ કરાઈ છે. વિકૃત માનસિકતા ધરાવતા શખ્સનું રાક્ષસી કૃત્ય સામે આવ્યું. ચેકઅપની ક્ષણો યુટ્યુબમાં સતત અપલોડ કરી રહ્યો છે. ટેલિગ્રામ ચેનલમાં જોડાવા પણ વિકૃત અપીલ કરે છે. ટેલિગ્રામ ચેનલનું ૯૦૦ રૂપિયાનું સબસ્ક્રિપ્સન રાખ્યું છે. અપલોડ કરાયેલ વિડીયો ગુજરાતના હોવાની શક્યતા. રાજ્યની તમામ હોસ્પિટલો-દર્દીઓની આંખ ઉઘડતો કિસ્સો છે. દર્દીઓની ગોપનિયતાનું હનન કરતો જઘન્ય અપરાધ અંગે સરકારે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.
અમદાવાદ સાયબર ક્રાઈમના ACP હાર્દિક માકડિયાએ કહ્યું કે, ગાયનેક હોસ્પિટલમાં ચેકઅપના CCTV વીડિયો વાયરલ મામલે સાઇબર ક્રાઇમે ખુલાસા કર્યા, મેગા MBBS નામની યુટ્યુબ ચેનલ અને ટેલીગ્રામ ગ્રુપ હેઠળ આ વીડિયોનું કૌભાંડ ચાલતું હતું. સાઇબર ક્રાઇમે તપાસ શરૂ કરી દીધી છે. વીડિયોનું કન્ટેન્ટ શું છે તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે. ૬ જાન્યુઆરીએ યુટ્યુબ ચેનલ બની હોવાનું સામે આવ્યું છે. સપ્ટેમ્બર ૨૦૨૪માં ટેલીગ્રામ ચેનલ બની હતી. સાયબર ક્રાઇમે આઇટી એક્ટ ૬૬ઈ, ૬૭ કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. સાઇબર ક્રાઇમને યુટ્યુબ અને ટેલીગ્રામ ચેનલ ધ્યાને આવીછે. સાઇબર ક્રાઈમ આ બંને ચેનલના ક્રિએટર સામે તપાસ હાથ ધરી છે.
રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના CCTV હોવાનો ખુલાસો સામે આવ્યું છે. પાયલ મેટરનિટી હોસ્પિટલના ડૉ.અમિત અકબરીએ કહ્યું કે, પાયલ મેટરનિટી હોસ્પિટલના એડમીનનો સ્વીકાર CCTV અમારી હોસ્પિટલના છે. અમારા કેમેરા હેક કર્યાની આશંકા વર્તાઈ રહી છે. લેબરરૂમમાં CCTV હોવાનો એડમિનનો સ્વીકાર કર્યો છે. રાજકોટ પાયલ મેટરનીટી હોસ્પિટલના CCTV એ દર્દીઓની પ્રાઈવસીને ખતરામાં મુક્તિ ગંભીર ઘટના સામે આવી છે.
રાજકોટ CP બ્રજેશ ઝા પણ આવ્યા એક્શનમોડમાં ટીમને મોકલી તપાસ માટે, CCTV કાંડને લઈ CPએ બેઠક બોલાવી છે. ક્રાઈમબ્રાંચના અધિકારીઓ સાથે રાજકોટ CPની બેઠક ચાલી રહી છે. ક્રાઈમબ્રાંચની ટીમ પહોંચી પાયલ મેટરનિટી હોસ્પિલમાં પહોંચીને તપાસ હાથ ધરી છે.
અપલોડ કરવામાં આવેલા વિડીયોમાં ગુજરાતી ભાષામાં સંવાદ થઈ રહ્યો છે, જેના કારણે આ વિડીયો ગુજરાતના હોવાની શક્યતા છે. આ ઘટના રાજ્યની તમામ હોસ્પિટલો અને દર્દીઓ માટે એક ચેતવણી સમાન છે.આ ઘટના દર્દીઓની ગોપનીયતાનું હનન કરતો એક જઘન્ય અપરાધ છે. સગર્ભા મહિલાઓ અને અન્ય મહિલાઓના અંગત વીડિઓ જાહેર કરવા એ અત્યંત શરમજનક અને ગુનો છે. આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. દોષિતોને સજા થાય અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પગલાં લેવા જરૂરી છે. હવે તંત્ર આ મામલે પગલાં ક્યારે લેશે તે જોવાનું રહ્યું.