15 crore ના ખર્ચે લાગશે ,અમદાવાદના ૧૦૦ ટ્રાફિક જંકશન ઉપર સી.સી.ટી.વી.કેમેરા

Share:

Ahmedabad તા.19

અમદાવાદના ૧૦૦ ટ્રાફિક જંકશન ઉપર રુપિયા ૧૫ કરોડના ખર્ચે સી.સી.ટી.વી.કેમેરા લગાવવામાં આવશે.શહેરમાં રીવરબ્રિજ સહિત કુલ ૮૧ બ્રિજ આવેલા છે.આ પૈકી ૭૦ બ્રિજ ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવવામાં આવ્યા છે.

શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા નદી ઉપરના બ્રિજ ઉપરાંત ફલાયઓવર,રેલવે ઓવરબ્રિજ સહિત કુલ ૪૦ બ્રિજ ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવવાની કામગીરી ચાલી રહી છે.બી.એસ.એન.એલ.તથા ટોરેન્ટ પાવરના કનેકશનની કામગીરી પુરી થયા બાદ સી.સી.ટી.વી.કેમેરા ચાલુ કરવામા આવશે.ચોમાસાના કારણે ૧૧૨ પૈકી ૯૬ જંકશન ઉપર સી.સી.ટી.વી.કેમેરા ચાલુ છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહયુ,એસ.જી.હાઈવે ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવવા માટે નેશનલ હાઈવે ઓથોરીટી સાથે વાતચીત ચાલી રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *