Indian Players ઓમાં થયો કેચિંગનો મુકાબલો, વિરાટની ટીમ જીતી

Share:

Mumbai,તા.17

ચેન્નાઈ ખાતે બાંગ્લાદેશ સામે રમાનારી ટેસ્ટ મેચ પહેલા ભારતના ફિલ્ડિંગ કોચ ટી. દિલીપે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને સોમવારે ફિલ્ડિંગની પ્રેક્ટિસ કરાવી હતી.

બાંગ્લાદેશ સામે સીરિઝની બીજી મેચ 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાવાની છે. જો કે, કોચ દિલીપે એક વીડિયોમાં કેવી રીતે ટીમે ચેન્નાઈના ભેજવાળા હવામાનમાં આઉટફિલ્ડ અને ક્લોઝ-ઈન કેચિંગ માટે પ્રેક્ટિસ કરી તેના વિષે જણાવ્યું હતું.

ભારતના ફિલ્ડિંગ કોચ ટી. દિલીપે જણાવ્યું હતું કે, ‘અમે ચેન્નાઈના ભેજવાળા હવામાનમાં આઉટફિલ્ડને ધ્યાનમાં લઈને પ્રેક્ટિસ કરી હતી. અમે બોલરો અને ઓલરાઉન્ડરને બે અલગ ટીમમાં વિભાજિત કરી દીધા હતા. આઉટફિલ્ડ અને ઇનફિલ્ડ કેચિંગ તેમજ ગ્રાઉન્ડ ફિલ્ડિંગનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. બીજો જૂથ બેટરોનો હતો તેણે સ્લિપ કોર્ડન, સ્ટાન્ડર્ડ સ્લિપ કોર્ડન કેચિંગ અને રિફ્લેક્સીસ સાથે શોર્ટ-લેગ, સિલી પોઈન્ટનું ધ્યાન રાખી ટાસ્ક કર્યો હતો. એકંદરે, હું કહીશ કે આ એક શાનદાર ટાસ્ક રહ્યું હતું. આજે ખૂબ તડકો હતો, જેની ખેલાડીઓને આદત પડી ગઈ છે. અમારો પ્રયાસ છે કે ટીમ પરિસ્થિતિ અને હવામાનને ઝડપથી સ્વીકાર કરી લે.’

વધુમાં દિલીપે કહ્યું હતું કે, ‘કેચ પકડવા દરમિયાન જે ટીમે ઓછી ભૂલો કરી હતી તે જીતી ગઈ હતી. આજે વિરાટની ટીમ જીતી ગઈ છે. આ ટાસ્કનો વિચાર દરેકને એક ટીમ ડ્રીલ તરીકે સાથે લાવવાનો હતો. જે અમે તેને બે ભાગમાં કર્યું હતું. પહેલો ભાગ ચેન્નાઈના ભેજને ધ્યાનમાં રાખીને ડ્રીલ કરાઈ હતી. અમે ખાતરી કરી કે આ દરમિયાન અવાજ ઓછો થાય પરંતુ તીવ્રતાને જાળવી રાખવામાં આવે.’

આ ટેસ્ટ સીરિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023-2025નો પણ એક ભાગ છે. જેમાં ભારત અત્યારે 68.52 પોઈન્ટ સાથે ટેબલમાં સૌથી ટોચના સ્થાને છે. જ્યારે બાંગ્લાદેશ 45.83 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. બાંગ્લાદેશે તાજેતરમાં પાકિસ્તાન સામે તેના ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ જીતી હતી. હવે તેમની નજર ભારત સામે જીત મેળવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ટોચનું સ્થાન પ્રાપ્ત કરવા પર રહેશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *