હરભજન સિંહે પણ એક તીક્ષ્ણ ટ્વીટ કર્યું અને આરોપ લગાવનાર વ્યક્તિને માનસિક રીતે બીમાર ગણાવ્યો
New Delhi, તા.૨૬
પૂર્વ ક્રિકેટર અને આમ આદમી પાર્ટીના નેતા હરભજન સિંહે એક એક્સ યૂઝર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. આ વ્યક્તિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર હરભજન સિંહની એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો અને તેને ચેલેન્જ આપી હતી કે શું તે ખાલિસ્તાન મુર્દાબાદ લખી શકે છે? આટલું જ નહીં હરભજન સિંહને રેન્ડમસેના નામના એકાઉન્ટ પરથી પડકારવામાં આવ્યો હતો કે જો તે દેશભક્ત છે તો તે એકવાર ખાલિસ્તાન મુર્દાબાદ લખી બતાવે. આના પર હવે હરભજન સિંહે પણ એક તીક્ષ્ણ ટ્વીટ કર્યું અને આરોપ લગાવનાર વ્યક્તિને માનસિક રીતે બીમાર ગણાવ્યો છે. હરભજન સિંહને ચેલેન્જ આપતા લખવામાં આવ્યું હતું કે, ૧૦૦ વાતની ૧ વાત, જો હરભજન સિંહ સાચો દેશભક્ત હોય તો તે એકવાર ખાલિસ્તાન મુર્દાબાદ ટ્વીટ કરી દે, હું તેની માફી માગી લઈશ. પરંતુ તે વાત ગુમાવશે પણ ખાલિસ્તાન મુર્દાબાદ નહીં બોલે. જ્યાં સુધી હરભજન સિંહ આ ટ્વીટ નહીં વાંચે ત્યાં સુધી રીટ્વીટ કરતા રહો.
હવે આ મામલે હરભજનસિંહે તીખી પ્રતિક્રિયા તો આપી જ પણ પોલીસ કેસ પણ નોંધાવ્યો છે. હરભજન સિંહે પોતાને ખાલિસ્તાન મુર્દાબાદ કહેવાની ચેલેન્જ આપનાર એકાઉન્ટની એક જૂની પોસ્ટને શેર કરી અને લખ્યું કે, તમે કયા પક્ષમાં છો? જે અમારા અયોધ્યાના હિન્દુ ભાઈઓ અંગે ખોટું-ખોટું બોલી રહ્યો છે? મને તમારી માનસિક સ્થિતિ કરતાં વધુ શંકા તમારા દેશદ્રોહી હોવા પર છે. હકીકતમાં સંબંધિત ઠ એકાઉન્ટે અયોધ્યાના હિન્દુઓ વિશે વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. તેને શેર કરતાં હરભજન સિંહે કહ્યું કે મને તમારી માનસિક સ્થિતિ પર શંકા છે. વાસ્તવમાં રેન્ડમસેના નામના એકાઉન્ટ પરથી લખવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી હરભજન સિંહ આ ટ્વીટ નહીં વાંચે ત્યાં સુધી રીટ્વીટ કરતા રહો. યૂઝરે હરભજન સિંહ પર ફરીથી આરોપ લગાવ્યો કે, તે પાકિસ્તાનને સમર્થન આપે છે અને જો તેઓ આ ખોટું સાબિત કરવા માગે તો ખાલિસ્તાન મુર્દાબાદ લખી બતાવે. હવે હરભજન સિંહ દ્વારા કહેવામાં આવ્યું છે કે, મેં ઠ એકાઉન્ટ યુઝર સામે કેસ દાખલ કર્યો છે. ખાલિસ્તાન મુર્દાબાદ કહેવાનો પડકાર ફેંકનાર વ્યક્તિની ઓળખ અભિષેક તરીકે થઈ છે. તે લગભગ ૫૦,૦૦૦ રૂપિયાના પગારની નોકરીમાં કામ કરતો હતો, જે તેણે તાજેતરમાં જ છોડી દીધી હતી. હાલમાં તે સોશિયલ મીડિયા પર માત્ર રાજકીય ટિપ્પણીઓ જ કરે છે. તે ઘણીવાર વાંધાજનક ટ્વીટ્સ પોસ્ટ કરે છે, જેના કારણે સવાલો ઉભા થતા રહે છે. બીજી તરફ અભિષેકનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.