અકસ્માત સર્જી માનવતા નેવે મૂકી ભાગી ગયેલા કાર ચાલકને ટેકનોલોજી એ ઉઘાડો કર્યો
Jetpur,તા.18
જેતપુર રબારીકા રોડ પર ગુજરાતી પરિવારના સુરાપુરા ના મંદિર પાસે ૬માર્ચના રોજ મોટરસાયકલને ઠોકર મારી કારચાલક ભાગી ગયાના બનાવમાં પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ કરી કારચાલક ને ઓળખી ધરપકડ કરી હતી રબારીકા રોડ પર સ્પ્લેન્ડર નંબર જીજે ૩ સી કે ૫૨૭૪ લઈને ઉભેલા યુવાન ને અજાણી કાર ચાલક એ ઠોકરે ચડાવી ઇજા કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો ડિટેક્ટ કરવા સીસીટીવી ફૂટેજ ટોલ પ્લાઝા ફૂટેજ અને શહેરમાં સીસીટીવી ફૂટેજ તપાસતા અકસ્માત કાર જીજે ૧૧ એ એસ ૫૬૭૩ હોવાનું ખુલતા ઇ ગુજ કોપ પર માલિક અંગે સર્ચ કરી આરોપી તરીકે રવિન્દ્ર ચુનીલાલ માવાણી મહેશ્વરી સોસાયટી જુનાગઢ વાળા ની ઓળખ કરી તેની ધરપકડ કરી હતી.આ કામગીરી માં જેતપુર ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન નાપી.આઈ ડોક્ટર એમ એમ ઠાકોર, એએસઆઈ સંજયભાઈ પરમાર, એક કોન્સ્ટેબલ હિતેશભાઈ વરુ, રિઝવાન ભાઈ સિજાત, અતુલભાઇ વાઘેલા, વસુદેવસિંહ જાડેજા, ચેતનભાઇ ઠાકોર ની ટીમ દ્વારા સફળ કામગીરી કરી હતી