Mumbaiતા.15
દુનિયાની સૌથી સફળ અને રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટ આઈપીએલની નવી સીઝન શરૂ થવામાં એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે તમામ 10 ટીમો દ્વારા કેપ્ટન જાહેર કરી દેવામાં આવ્યા છે અને તેને આધારે દરેક ટીમો દ્વારા રણનીતિ ઘડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. 10 માંથી પાંચ આઈપીએલ ટીમો દ્વારા કેપ્ટન બદલવામાં આવ્યા છે.
22 મી માર્ચથી આઈપીએલની ધમાકેદાર શરૂઆત થવાની છે ચેમ્પીયન બનવાના ટારગેટ સાથે બન્ને ટીમો દ્વારા તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે. તમામ 10 ટીમોના કેપ્ટન જાહેર કરી દેવાયા છે.સૌથી છેલ્લે દિલ્હી કેપીટલ્સ દ્વારા કેપ્ટન તરીકે અક્ષર પટેલના નામનું એલાન કર્યુ હતું
10 માંથી 5 ટીમોના કેપ્ટન બદલાયા છે.દિલ્હીમાં અક્ષર પટેલ લખનૌમાં ઋષભ પંત, બેંગ્લોરમાં રજત પાટીદાર, પંજાબમાં શ્રેયર ઐય્યર તથા કોલકતાની ટીમમાં અજીંકય રહાણે હશે.
દિલ્હી કેપીટલ્સનું સુકાન અક્ષરને સોંપાયુ છે તે ટીમનો 14 મો કેપ્ટન બન્યો છે. તમામ ટીમનાં કેપ્ટન પર નજર નાખવામાં આવે તો સૌથી વધુ વખત પંજાબની ટીમે કપ્તાન બદલાવ્યા છે. પંજાબની ટીમમાં અત્યાર સુધીમાં 17 ખેલાડીઓએ કેપ્ટનશીપ કરી છે જે આઈપીએલ ઈતિહાસનો રેકોર્ડ છે.
આ સિવાય દિલ્હીમાંથી 14, હૈદરાબાદના 10, મુંબઈનાં 9, કોલકતા-બેંગ્લોરનાં 8-8, રાજસ્થાનનાં 6, ચેન્નાઈ-લખનૌનાં 4-4 તથા ગુજરાતમાંથી ત્રણ ખેલાડીઓએ કેપ્ટનશીપની જવાબદારી સંભાળી છે.