Captain Rohit કહ્યું હતું કે વિકેટ પડે તેની ચિંતા ના કરતાં: ટેસ્ટ મેચમાં ટી20 જેવી બેટિંગ પર બોલ્યો K L Rahul

Share:

Mumbai,તા.01

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની સીરીઝ બીજી ટેસ્ટ મેચ અંતિમ દિવસ પર પહોંચી ગઈ છે. પાંચમા દિવસની રમત શરૂ થતાં પહેલા ટીમ ઈન્ડિયાના સિનિયર બેટર કેએલ રાહુલે કહ્યું, કે મેચના ચોથા દિવસે કેપ્ટન રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાને શું મેસેજ આપ્યો હતો. કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં બે મેચોની સીરીઝની છેલ્લી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. કાનપુર ટેસ્ટમાં પહેલા દિવસે માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી, જ્યારે બીજા અને ત્રીજા દિવસની મેચ વરસાદના કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી. એ પછી માત્ર બે દિવસની રમત બાકી હતી. બાંગ્લાદેશે પહેલા દિવસે ગેમ પૂરી થાય ત્યા સુંધી ત્રણ વિકેટે 107 રન બનાવ્યા હતા. ચોથા દિવસે ભારતે પહેલા બાંગ્લાદેશને 233 રનમાં આઉટ કરી દીધું હતું અને પછી 34.4 ઓવરમાં 9 વિકેટે 285 રન પર ઇનિંગ્સ જાહેર કરી હતી.

કેએલ રાહુલે જીઓ સિનેમા પર કહ્યું, ‘મેસેજ બિલકુલ સ્પષ્ટ હતો, અમે હવામાનને કારણે ઘણો સમય ગુમાવી ચૂક્યા હતા, પરંતુ અમે ઈચ્છતા હતા કે બાકી રહેલા સમયમાં શું કરી શકાય. અમે થોડી વિકેટો વહેલા ગુમાવી દીધી હતી, પરંતુ કેપ્ટન રોહિત શર્માનો મેસેજ ખૂબ જ સ્પષ્ટ હતો કે, અમને આઉટ થવાથી કોઈ ફરક પડતો નથી, તેથી અમે એવુ કરવાનો પ્રયાસ કર્યો.

ભારતે કાનપુર ટેસ્ટમાં ટેસ્ટ ક્રિકેટમાં કોઈપણ ટીમ દ્વારા સૌથી ઝડપી 50, 100, 150, 200 અને 250 રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે 51 બોલમાં 72 રન ફટકાર્યા હતા, જ્યારે બીજા નંબરનો સર્વશ્રેષ્ઠ સ્કોરર કેએલ રાહુલ હતો, જેણે 43 બોલમાં 68 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 35 બોલમાં 47 રન કર્યા હતા, જ્યારે શુભમન ગિલે 36 બોલમાં 39 રન ફટકાર્યા હતા.

કેપ્ટન રોહિતે 11 બોલમાં 23 રનની ઇનિંગ રમી હતી. આ મેચનું પરિણામ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે જો ટીમ ઈન્ડિયા આ ટેસ્ટ મેચ જીતી લે છે, તો તેની બાકીની આઠ ટેસ્ટ મેચમાંથી ત્રણ મેચ જીતવી પડશે, જેનાથી તેને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ની ફાઈનલની ટિકિટ મળી જશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *