Canada માં ભારતીય વિદ્યાર્થીની ચાકુ મારી હત્યા, રૂમમેટની ધરપકડ કરાઇ

Share:

Canada ,તા.૭

કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં લડાઈ દરમિયાન ૨૨ વર્ષીય ભારતીય વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ ઘટના અંગે માહિતી આપી છે. પોલીસે આ કેસમાં પીડિતા સાથે રહેતા એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, લેમ્બટન કોલેજમાં પ્રથમ વર્ષના બિઝનેસ મેનેજમેન્ટના વિદ્યાર્થી ગુર્સિસ સિંઘની રવિવારે સારનિયામાં છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, ૧૯૪ ક્વીન સ્ટ્રીટમાં છરી વડે હુમલો થયો હતો, જ્યાં સિંહ અને ૩૬ વર્ષીય આરોપી ક્રોસલી હન્ટર એક રૂમમાં રહેતા હતા. પોલીસે સિંહનો મૃતદેહ કબજે કર્યો છે અને આ કેસમાં હન્ટરની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર બંને એક જ રૂમમાં રહેતા હતા અને રસોડાને લઈને તેમની વચ્ચે ઝઘડો થયો હતો. વિવાદ એટલો વધી ગયો કે આરોપી હન્ટરએ ગુરાસીસ પર છરી વડે હુમલો કર્યો. આ હુમલામાં ગુરાસીસ સિંહનું મોત થયું હતું.

લોકર પોલીસ વડા ડેરેક ડેવિસે જણાવ્યું હતું કે સાર્નિયા પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને ગુના પાછળનો વાસ્તવિક હેતુ નક્કી કરવા પુરાવા એકત્ર કરી રહી છે. કોલેજ પ્રશાસને પણ સિંહના નિધન પર શોક વ્યક્ત કરતું નિવેદન બહાર પાડ્યું છે. કોલેજે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે વિદ્યાર્થીની ખોટ અમારા માટે દુખદ ઘટના છે. અમે ગુરાસીસની હત્યા પર શોક વ્યક્ત કરીએ છીએ.

ઓટાવામાં ભારતીય હાઈ કમિશનની વેબસાઈટ અનુસાર કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે ૪ લાખ ૨૭ હજાર છે. તે જ સમયે, વર્ષ ૨૦૨૪ માટે ભારતીય વિદેશ મંત્રાલયના રિપોર્ટ અનુસાર, કેનેડામાં ૨૮ લાખ ૭૫ હજાર ભારતીયો રહે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *