Canada માં ભારતીય ઇમિગ્રન્ટ્‌સમાં ગુજરાતી સૌથી વધુ બોલાતી ભાષા

Share:

વર્ષ ૧૯૮૦ થી આશરે ૮૭,૯૦૦ ગુજરાતી ભાષી ઇમિગ્રન્ટ્‌સ કેનેડામાં સ્થાયી થયા છે

Canada, તા.૨૮

કેનેડામાં ભારતીય ઇમિગ્રન્ટ્‌સમાં પંજાબી અને હિન્દી પછી ગુજરાતી ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. ૧૯૮૦ થી આશરે ૮૭,૯૦૦ ગુજરાતી ભાષી ઇમિગ્રન્ટ્‌સ કેનેડામાં સ્થાયી થયા છે. ૨૦૧૬ થી ૨૦૨૧ સુધીમાં ગુજરાતી ભાષી વસાહતીઓની સંખ્યામાં ૨૬%નો વધારો થયો છે.કેનેડામાં પંજાબી અને હિન્દી પછી ગુજરાતી ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા બની છે. સ્ટેટિસ્ટિક્સ કેનેડાના ડેટા અનુસાર, ૧૯૮૦ થી આશરે ૮૭,૯૦૦ ગુજરાતી ભાષી લોકો કેનેડામાં સ્થાયી થયા છે. તેમાંથી ૨૬% ૨૦૧૬ અને ૨૦૨૧ વચ્ચે કેનેડા ગયા છે. જો કે, કેનેડાના ઈમિગ્રેશન નિયમોમાં થયેલા ફેરફારોને કારણે વિઝા મેળવવાનું મુશ્કેલ બન્યું છે અને ગુજરાતમાંથી કેનેડા જનારા લોકોની સંખ્યામાં ૮૦%નો ઘટાડો થયો છે.

૨૦૧૬ અને ૨૦૨૧ ની વચ્ચે કેનેડામાં સ્થળાંતર કરનારા લોકોની સૌથી વધુ સંખ્યા પંજાબી ભાષીઓ હતી, ૭૫,૪૭૫. બીજા સ્થાને ૩૫,૧૭૦ હિન્દી ભાષી લોકો હતા. ગુજરાતી બોલતા લોકો ૨૨,૯૩૫ લોકો સાથે ત્રીજા સ્થાને હતા. આ પછી ૧૫,૪૪૦ લોકો મલયાલમ અને ૧૩,૮૩૫ લોકો બંગાળી બોલતા હતા. ૨૦૧૧ અને ૨૦૨૧ વચ્ચે ગુજરાતી બોલનારાઓની સંખ્યામાં ૨૬%નો વધારો થયો છે, જે બીજા નંબરનો સૌથી મોટો વધારો છે. પંજાબી બોલનારાઓની સંખ્યામાં ૨૨%નો વધારો થયો છે.

આ જ સમયગાળા દરમિયાન હિન્દી બોલનારાઓની સંખ્યામાં ૧૧૪%નો વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં બોલાતી અન્ય ભાષા કચ્છી બોલતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. ૨૦૦૧ અને ૨૦૧૦ ની વચ્ચે, ૪૬૦ કચ્છી ભાષી લોકો કેનેડામાં સ્થળાંતરિત થયા, જ્યારે ૨૦૧૧ અને ૨૦૨૧ વચ્ચે, આ સંખ્યા ઘટીને ૩૭૦ થઈ ગઈ. કેનેડામાં ગુજરાતીઓની સંખ્યામાં ૨૦૧૧થી ઝડપથી વધારો થયો છે. આવું એટલા માટે થયું કારણ કે અમેરિકા અને અન્ય અંગ્રેજી બોલતા દેશો કરતાં કેનેડામાં સ્થાયી થવું સરળ હતું.

ઈમિગ્રેશન કન્સલ્ટન્ટ સમીર યાદવનું કહેવું છે કે દાયકાઓ સુધી અમેરિકા લોકોનું ફેવરિટ ડેસ્ટિનેશન હતું, પરંતુ વિઝા પ્રક્રિયા અને વધુ પડતી કિંમતના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. યુકે, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડે પણ તેમના નિયમો કડક બનાવ્યા છે. આનાથી કેનેડાની પરમેનન્ટ રેસિડન્સી (ઁઇ) મેળવવાનું અને ત્યાં અભ્યાસ કરવાનું સરળ બન્યું.

૧૯૯૧ અને ૨૦૦૦ ની વચ્ચે કેનેડામાં સ્થળાંતર કરનારા ગુજરાતી બોલનારાઓની સંખ્યા ૧૩,૩૬૫ હતી. આગામી દાયકામાં આ સંખ્યા વધીને ૨૯,૬૨૦ અને ૨૦૧૧ થી ૨૦૨૧ સુધીમાં વધીને ૩૭,૪૦૫ થઈ. જો કે કેનેડાના ઈમિગ્રેશન નિયમોમાં તાજેતરમાં થયેલા ફેરફારોને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વિઝા અરજીઓમાં ૮૦% સુધીનો ઘટાડો અમદાવાદના એક વિઝા કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે, મકાનોની અછત, નોકરીની અછત અને ઁઇ માટેના કડક નિયમોને કારણે ગુજરાતમાંથી કેનેડા માટે વિઝા અરજીઓમાં ૮૦% સુધીનો ઘટાડો થયો છે.

કન્સલ્ટન્ટે કહ્યું કે વિઝાની ઓછી તકોને કારણે વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સની પૂછપરછમાં મોટો ઘટાડો થયો છે. હવે મોટાભાગની અરજીઓ એવા લોકો તરફથી આવી રહી છે જેમની પાસે પહેલેથી જ કેનેડા ઁઇ છે અને તેઓ તેમના પરિવારના સભ્યોને આમંત્રિત કરવા માગે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *