Canada માં એપી ઢિલ્લોંના ઘરની બહાર ફાયરિંગ કરનાર ભારતીયની ધરપકડ

Share:

Canada,તા.01

કેનેડામાં પંજાબી સિંગર એપી ઢિલ્લોંના ઘરની બહાર ફાયરિંગ કેસમાં કેનેડા પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે ધરપકડ કરવામાં આવેલો વ્યક્તિ ભારતીય છે, તેનું નામ અભિજીત કિંગરા છે, જેની ઓંટારિયોથી ધરપકડ કરવામાં આવી છે. કેનેડા પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે તેમને અન્ય એક વ્યક્તિની શોધખોળ છે જેનું નામ વિક્રમ શર્મા છે જે હાલ ભારતમાં છે. કેનેડા પોલીસ પાસે વિક્રમ શર્માનો ફોટો નથી. એપી ઢિલ્લોંના ઘરની બહાર ફાયરિંગનો વિડીયો પણ સોશિયલ મીદિયા પર વાયરલ થયો છે. 

શું છે સમગ્ર મામલો

2 સપ્ટેમ્બર 2024ના રોજ વુડબ્રિજ વિસ્તારમાં ફાયરિંગ થયું હતું. ફાયરિંગની જવાબદારી લોરેન્સ, ગોલ્ડી અને રોહિત ગોદારા ગેંગે લીધી હતી. ઘટનાની જવાબદારી સોશિયલ મીડિયા પર પોસ્ટના માધ્યમથી લીધી હતી. તે સમયે કેનેડામાં એક જ્વેલરના ઘરની બહાર ફાયરિંગ થયું હતું, તેની જવાબદારી પણ આ ગેંગે લીધી હતી. તે કેસની તપાસ પણ કેનેડા પોલીસ કરી રહી છે. 

સોશિયલ મીડિયા પોસ્ટના માધ્યમથી લીધી હતી જવાબદારી

હુમલાની જવાબદારી લેનારે પોસ્ટમાં લખ્યું હતું કે ‘રામ રામ જી ભાઇઓ. 1 સપ્ટેમ્બરની રાત્રે કેનેડામાં બે જગ્યાએ ફાયરિંગ થયું છે…વિક્ટોરિયા આઇલેન્ડ અને વુડબ્રિજ ટોરેન્ટો. બંનેની જવાબદારીમાં રોહિત ગોદારા (લોરેન્સ બિશ્નોઇ ગ્રુપ) લે છે. ‘વિક્ટોરિયા આઇલેન્ડવાળું ઘર એપી ઢિલ્લોંનું છે…તે ફીલિંગ લઇ રહ્યો છે, સલમાન ખાનના ગીતને લઇને.. જે અંડરવર્લ્ડ લાઇફની તમે લોકો કોપી કરી રહ્યા છો, અમે હકિકતમાં તેને જીવી રહ્યા છીએ… તમે ઔકાતમાં રહો, નહી તો કુતરાની મોત મરશો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *