Canada નો ભારતીયોને હવે 10 વર્ષના બદલે માત્ર 1 મહિનાના વિઝીટર વિઝા આપશે

Share:

Canada,તા.7
કેનેડાએ ભારતીય નાગરિકો માટે વિઝા માર્ગદર્શિકામાં કડક ફેરફારો કર્યા છે, જેના કારણે ભારતીયોને મોટો આંચકો લાગ્યો છે. ભારતીયોને હવે 10 વર્ષના વિઝિટર વિઝા નહીં મળે. તેના બદલે ભારતીય નાગરિકો માટે વિઝિટર વિઝાનો સમયગાળો ઘટાડીને 1 મહિનો કરવામાં આવ્યો છે.

આ સિવાય વિઝિટર વિઝાને સીધા વર્ક વિઝામાં ક્ધવર્ટ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. કેનેડાની સરકાર દ્વારા વિઝા સિસ્ટમમાં કડક જોગવાઈઓ લાગુ કરવાના ઉદ્દેશ્ય સાથે આ પગલું લેવામાં આવ્યું છે, જેનાથી ભારતીય નાગરિકો માટે લાંબા ગાળાના વિઝાની સુવિધા સમાપ્ત થઈ જશે

આ ફેરફાર ખાસ કરીને એવા ભારતીયો માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે કે જેઓ પરિવાર અને મિત્રોને મળવા અથવા અન્ય કામ માટે લાંબા સમય સુધી કેનેડામાં રહેવા માંગતા હતા.

તે જ સમયે, કેનેડામાં પોસ્ટ-સ્ટડી વર્ક પરમિટ (PGWP) નિયમોમાં ફેરફારો કરવામાં આવ્યા છે, જે 1 નવેમ્બર, 2024 થી લાગુ કરવામાં આવ્યા છે. આ નવા નિયમો હેઠળ, વિદ્યાર્થીઓએ હવે પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) મેળવવા માટે નવી શરતો પૂરી કરવી પડશે.

1. ભાષા પર ભાર
કેનેડામાં, હવે PGWPમાટે અરજી કરતા પહેલા વિદ્યાર્થીની ભાષા પ્રાવીણ્યનું મૂલ્યાંકન કરવું મહત્વપૂર્ણ રહેશે. ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ ઓફ કેનેડા (IRCC) વિદ્યાર્થીઓની ભાષા કૌશલ્યને પ્રાથમિકતા આપશે જેથી તેઓ સ્થાનિક શ્રમ બજારની જરૂરિયાતોને પૂરી કરી શકે.

2. અભ્યાસ વિષયનું મહત્વ
હવે જોવામાં આવશે કે વિદ્યાર્થીએ કયા વિષયનો અભ્યાસ કર્યો છે. કેનેડાને કુશળ કાર્યબળની વધુ જરૂરિયાત હોય તેવા વિષયોને પ્રાધાન્ય આપવામાં આવશે. કેનેડિયન અર્થતંત્રની જરૂરિયાતોને અનુરૂપ કાર્યબળને જાળવી રાખવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

3. જૂના પાત્રતા માપદંડ ચાલુ રહેશે
જો કે, કેટલાક જૂના માપદંડો હજુ પણ લાગુ થશે. આમાં કેનેડામાં માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થા (DLI)માંથી અભ્યાસ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓ, અભ્યાસક્રમની લઘુત્તમ અવધિ પૂર્ણ કરવા અને વર્ક પરમિટ માટે નિર્ધારિત અન્ય શરતોનો સમાવેશ થાય છે.

આ ફેરફારો દ્વારા કેનેડિયન સરકારનો હેતુ વિદેશી વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જેથી તેઓ કેનેડિયન શ્રમ બજારની માંગ અનુસાર કામ કરી શકે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *