Canada ના સંસદ ભવનમાં હવે દિવાળી ઉજવણી પણ રદ કરાઈ

Share:

Canada,તા.30

ભારત અને કેનેડા વચ્ચે સતત તનાવભર્યા બની રહેલા સંબંધો વચ્ચે અહીના સંસદભવનમાં દિવાળીની ઉજવણી પણ રદ થઈ છે. કેનેડાના વિરોધ પક્ષના નેતા પીયરે ઓલીવટે આ આયોજનમાં આવવાના હતા પણ હાલ જે તનાવભર્યા સંબંધો છે તે જોતા આ આયોજન રદ કરાયુ છે.

ઓવરસીઝ ફ્રેન્ડ ઓફ ઈન્ડીયા કેનેડા દ્વારા આ આયોજન થાય છે. જો કે તે ઉજવણી રદ થવા પાછળ કોઈ કારણ અપાયુ નથી. આ અંગે આયોજકોને લખાયેલા પત્રમાં વિપક્ષના નેતાએ લખેલા પત્રમાં જણાવ્યું કે, અનેક રાજકીય નેતાઓએ આ સમારોહમાં હાજરી આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

તેથી આયોજન રદ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. જો કે આ એક નવો વિવાદ છે અને કેનેડાના સાંસદોમાં ભારત વિરોધી લાગણી વધી રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *