New York,તા.19
બોલીવુડ અભિનેતા સલમાનખાનને ધમકી તથા બાબા સીદીકીની હત્યાની જવાબદારી લેનારા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં ધરપકડ કરવામાં આવી છે. ત્યારે તેને ભારતને સોંપવા માટે વાટાઘાટોનો દોર શરૂ કરાયો છે. પ્રત્યાર્પણ શકય બનવાના સંજોગોમાં ગેંગસ્ટરનાં અનેક કારસ્તાનોનો ભાંડો ફૂટવાના એંધાણ છે.
અમદાવાદની જેલમાં કેદ લોરેન્સ બિશ્નોઈના 25 વર્ષિય નાનાભાઈ અનમોલ બિશ્નોઈની કેલીફોર્નીયામાંથી ઈમીગ્રેશન વિભાગે ધરપકડ કરી હતી. આ ઘટનાક્રમ બાદ અમેરીકી એફબીઆઈના અધિકારીઓએ ભારતીય સુરક્ષા એજન્સીના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં તેને ભારતને સોંપવાનાં મુદાઓની ચર્ચા કરવામાં આવી હતી.
લોરેન્સનાં ભાઈની ધરપકડને પગલે ભારતીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની જ છે. એફબીઆઈ સાથે પ્રાથમીક ચર્ચા બાદ હવે પ્રત્યાર્પણ માટે વિધીસરની પ્રક્રિયા શરૂ થવાના નિર્દેશ છે.
લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા સલમાનને ધમકી આપવામાં આવી જ છે તેના ઘર પણ હુમલો કર્યો હતો. મુંબઈમા બાબા સીદીકીની હત્યા પણ પોતે કરાવી હોવાનું બિશ્નોઈ ગેંગે જાહેર કર્યુ હતું તે પછી બિશ્નોઈ ગેંગના નેટવર્કથી માંડીને વિવિધ મામલામાં ભારતીય સુરક્ષા એજન્સી વધુ ગંભીર બની હતી.