ચેકની રકમ રૂા.૯ લાખ ફરિયાદી મહિલાને ન ચૂકવે તો વધુ ૯ માસની સજા
Rajkot,તા.06
અનેક કેસોમાં સજા પામનાર અને સજા ભોગવી ચુકેલા ઉદ્યોગપતિ મહેશ ટીલારાને મહિલાને આપેલો રૂા.૯ લાખનો ચેક રિટર્ન થવાના વધુ એક કેસમાં અદાલતે એક વર્ષની સજા અને ચેકની રકમ ફરિયાદી મહિલાને ના ચૂકવે તો વધુ ૯ માસની સજાનો હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ, લક્ષ્મીવાડીમાં રહેતા દર્શનાબેન ભાવીનભાઈ ઉદાણીએ શિવમ મશીન ટુલ્સના પ્રોપરાઈટર મહેશ શીવાભાઈ ટીલારા વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં એ મતલબની ફરીયાદ દાખલ કરેલ કે ફરીયાદીના પતિ એકાઉન્ટનું કામ કરતા હોય અને તેઓ પાસેથી એકાઉન્ટનું માર્ગદર્શન લેવા આરોપી મળતા હોય બંને વચ્ચે સંબંધો બંધાયેલ અને તેણે પોતાના ધંધામાં રોકાણ કરવાથી મોટું વળતર મળવાની લાલચ આપતા દર્શના બેને રૂપિયા 9 લાખ રૂપિયા આપ્યા હતા. બાદમાં લાંબા સમય સુધી વળતર કે મૂળ રકમ નહીં મળતા દર્શનાબેને રૂપિયાની માગણી કરી હતી. જેથી મહેશ ટીલાળાએ રૂા.૯ લાખનો આપેલ ચેક રિર્ટન થતા તે અન્વયે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસ ચાલતા ફરીયાદીના એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા એવી રજુઆતો કરવામાં આવેલ કે ફરીયાદપક્ષે જયારે પોતાનો કેસ શંકાથી પર પુરવાર કરેલ હોય, ચેક આપ્યાનો કે ચેકમાં સહીનો ઈન્કાર ન હોય ત્યારે ફરીયાદી ચેકના યથાનુક્રમે ધારણકર્તા છે તેમ માની ધારણકર્તાની તરફેણમાં અનુમાન કરવું જોઈએ. જે પુરાવા, રજૂઆતો, દલીલો ધ્યાને લઈને અદાલતે મહેશ ટીલાળા વિરુદ્ધનો કેસ પુરવાર માની તેને એક વર્ષની સજા ઉપરાંત ચેકની રકમ રૂા. ૯ લાખ એક માસમાં ફરીયાદીને ચુકવવામાં કસુર કરે તો વધુ છ માસની સજા ફરમાવતો ચુકાદો ફરમાવવામાં આવ્યો છે. આ કેસમાં ફરીયાદી મહિલા વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા, તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, જયમલ મકવાણા રોકાયા હતા.