Morbi,તા.05
શહેરના અયોધ્યાપુરી રોડ પર સાળાએ છરી વડે બનેવીને એકથી વધારે ઊંડા ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી બહેનના છુટાછેડાનો ખાર રાખી સાળાએ બનેવી પર હુમલો કર્યો હતો
મોરબીના વિસીપરા વિજયનગર રોડ પર રહેતા હુશેન ઉર્ફે ઇમરાન મયુદીન કટિયાએ આરોપી અલી હુશેન ભટ્ટી રહે જોન્સનગર ઢાળિયા મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના ભાઈ અજરૂદીન મયુદીન કટિયા આરોપી અલી ભટ્ટીનો બનેવી થતો હોય આરોપીની બહેન યાસ્મીન અને અજરૂદિનના ત્રણેક માસ પૂર્વે કોર્ટમાં છૂટાછેડા કરી નાખ્યા છે જેનો ખાર રાખી શહેરના અયોધ્યાપુરી મેઈન રોડ પર આરોપી અલી ભટ્ટી આવી છરી વડે ફરિયાદીના ભાઈ અજરૂદિન કટિયાને પેટના ભાગે એકથી વધારે ઊંડા ઘા કરી ગંભીર પ્રકારની ઈજા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે