Morbi માં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, સંચાલક સહીત બેની ધરપકડ

Share:

Morbiતા.10

શહેરમાં સ્પાની આડમાં ઠેર ઠેર કુટણખાના ધમધમી રહ્યા છે ત્યારે પોલીસે રેડ કરી મસાજની આડમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કરી સ્પા સંચાલક સહીત બેને ઝડપી લઈને ૧.૩૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો સ્પામાંથી અલગ અલગ રાજ્યમાંથી મસાજનું કામ કરવા આવેલ આઠ યુવતીઓ પણ મળી આવી હતી

            મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મહેશ હોટેલ બાજુમાં આવેલ ધર્મેન્દ્ર પ્લાઝામાં આવેલ નેક્સસ લક્ઝરીયર્સ સ્પાનો સંચાલક જયદીપ મકવાણા અને નિશ્ચલ ભીમાણી બંને બહારથી ગ્રાહકો બોલાવી બોડી મસાજના નામે લલનાઓ સાથે શરીર સુખ માણવા માટે સવલતો પૂરી પાડી કુટણખાનું ચલાવતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં સ્પામાં અલગ અલગ રાજ્યમાંથી મસાજનું કામ કરવા આવેલ આઠ યુવતીઓ મળી આવી હતી  પોલીસે રેડ દરમિયાન સ્પા સંચાલક આરોપી જયદીપ હમીરભાઈ મકવાણા (ઉ.વ.૨૧) ઉમા ટાઉનશીપ પાછળ મોરબી મૂળ રહે મોણપુર જી અમરેલી અને નિશ્ચલ મહેશ ભીમાણી રહે મોરબી શનાળા રોડ સ્કાય મોલ સામે રામનગર વાળાને ઝડપી લીધા હતા

            પોલીસે સ્થળ પરથી રોકડ રૂ ૨૦,૫૦૦, પાંચ મોબાઈલ કીમત રૂ ૧,૧૫,૦૦૦ કોન્ડોમ નંગ ૦૪ સહીત ૧,૩૫,૫૦૦ નો મુદામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *