Britain, Italy and Japan સાથે મળીને વિશ્વનું બીજું સૌથી ઘાતક ફાઇટર પ્લેન બનાવશે

Share:

London,તા.૧૨

બ્રિટન, ઇટાલી અને જાપાન સાથે મળીને વિશ્વનું બીજું સૌથી ઘાતક ફાઇટર એરક્રાફ્ટ વિકસાવશે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમેરે છઠ્ઠી પેઢીના સ્ટીલ્થ ફાઈટર જેટને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટને ગ્લોબલ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોગ્રામ નામ આપવામાં આવ્યું છે. આ ફાઈટર એરક્રાફ્ટને રશિયા અને ચીન તરફથી વધી રહેલા ખતરાનો સામનો કરવા માટે બનાવવામાં આવી રહ્યું છે.

અહેવાલો અનુસાર, પીએમ સ્ટારર અને તેમની કેબિનેટે ગયા અઠવાડિયે જ જીસીપીએને મંજૂરી આપી હતી. આગામી થોડા અઠવાડિયામાં આ પ્રોજેક્ટની ઔપચારિક જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. આ એરક્રાફ્ટ બનાવવા માટે બ્રિટન અને ઈટાલીનો ટેમ્પેસ્ટ પ્રોજેક્ટ અને જાપાનનો એફ-એક્સ પ્રોજેક્ટ સાથે મળીને કામ કરી રહ્યા છે. જો કે, પહેલા સવાલ ઉઠાવવામાં આવી રહ્યો હતો કે બ્રિટન તેની સાથે જોડાયેલ રહેશે કે નહીં, પરંતુ હવે વડાપ્રધાન સ્ટારરની મંજૂરી બાદ આ આશંકાઓનો અંત આવ્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ઇટાલી, જાપાન અને બ્રિટને આ પ્રોજેક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા.

આ પ્રોજેક્ટ પાછળ અબજો ડોલરનો ખર્ચ થવાની શક્યતા છે. આ ફાઈટર પ્લેન બનાવવા માટે કેટલો ખર્ચ થશે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. જોકે, વર્ષ ૨૦૩૫ માટે સ્ટીલ્થ ફાઈટર જેટ વિકસાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. તેને બ્રિટિશ કંપની બીએઇ સિસ્ટમ્સ, એન્જિન ઉત્પાદક રોલ્સ-રોયસ, ઇટાલીની લિયોનાર્ડો એરોસ્પેસ અને જાપાનની મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવશે.

ત્રિપક્ષીય કરાર મુજબ,જીસીએપીનું મુખ્ય મથક યુકેમાં સ્થિત હશે. યુકેના સંરક્ષણ મંત્રાલયે કહ્યુંઃ ’યુકે ગ્લોબલ કોમ્બેટ એર પ્રોગ્રામનું ગૌરવપૂર્ણ સભ્ય છે, જે અમારા ભાગીદારો જાપાન અને ઇટાલી સાથે નજીકથી કામ કરી રહ્યું છે, અમે ૨૦૩૫ સુધીમાં આગામી પેઢીના કોમ્બેટ એરક્રાફ્ટ પહોંચાડવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે’ જો બધું જ યોજના પ્રમાણે ચાલ્યું તો આ સુપરસોનિક એરક્રાફ્ટ અમેરિકન બી-૨૧ રાઇડર બોમ્બર પછી વિશ્વનું બીજું ૬ઠ્ઠી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ બની જશે.

આ એરક્રાફ્ટ ૬ઠ્ઠી પેઢીની સ્ટીલ્થ ટેક્નોલોજીથી પણ સજ્જ છે અને તે ગુપ્ત સામગ્રીમાંથી બનાવવામાં આવ્યું છે, જે તેને દુશ્મનની એન્ટિ-ઍક્સેસ સિસ્ટમ્સથી સુરક્ષિત કરે છે. તે પરંપરાગત અને પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે. તેને ખાસ ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યું છે, જે તેને વિશ્વનું સૌથી અદ્યતન સ્ટ્રાઈક એરક્રાફ્ટ બનાવે છે. બી-૨૧ રાઇડરનું નામ બીજા વિશ્વયુદ્ધ ડૂલિટલ રેઇડના માનમાં રાખવામાં આવ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *