Brazil માં સુપ્રીમ કોર્ટને ઉડાવી દેવાનો પ્રયાસ કરાયો

Share:

એક વ્યક્તિ આત્મઘાતી બોમ્બર બનીને બિલ્ડિંગમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો

Brazil, તા. ૧૪

બ્રાઝિલમાં દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટને ઉડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એક વ્યક્તિ આત્મઘાતી બોમ્બર બનીને બિલ્ડિંગમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. બિલ્ડિંગની બહાર પાર્ક કરેલી તેમની કારમાં પણ વિસ્ફોટ થયો હતો. હુમલાના પ્રયાસને જોઈને બ્રાઝિલની પોલીસ અને સરકારમાં ગભરાટ ફેલાયો હતો. રોબોટ સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તાત્કાલિક સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના દરેક ખૂણે ખૂણે સર્ચ કરવામાં આવ્યું હતું. જો કે હજુ સુધી મૃતકની ઓળખ થઈ નથી, પોલીસ હુમલાના પ્રયાસ પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. દેશની સરકારે પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી ઘટનાતપાસ એહવાલ મગાવ્યો

મીડિયા અહેવાલો અનુસાર, કમાન્ડો, ભારે પોલીસ દળ અને બોમ્બ નિકાલ ટુકડી ‘પ્લાઝા ઓફ ધ થ્રી પાવર્સ’ પાસે તૈનાત કરવામાં આવી છે, જે બ્રાઝિલની સંઘીય સરકારની ત્રણ શાખાઓની ઇમારતો તરફ દોરી જતા આંતરછેદ છે. બ્રાઝિલમાં ય્૨૦ કોન્ફરન્સ યોજાવાની છે ત્યારે સુપ્રીમ કોર્ટ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોન્ફરન્સની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. આ કોન્ફરન્સમાં વિશ્વના ૨૦ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભાગ લેશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ બ્રાઝિલની મુલાકાતે જવાના છે, પરંતુ તે પહેલા આત્મઘાતી બોમ્બર બનીને દેશની સૌથી મોટી કોર્ટ સુપ્રીમ કોર્ટને ઉડાવી દેવાના પ્રયાસને કારણે બ્રાઝિલમાં તણાવનું વાતાવરણ છે. તેથી દેશની સરકારે દેશભરમાં સેના-કમાન્ડોને તૈનાત કર્યા છે.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર બુધવારે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક પછી એક બે વિસ્ફોટ થયા અને પછી સ્થળ પરથી એક વ્યક્તિની લાશ મળી આવી. શંકાસ્પદ વ્યક્તિ બિલ્ડિંગમાં કેવી રીતે પ્રવેશ્યો? તે જાણવા માટે સીસીટીવી કેમેરા સ્કેન કરવામાં આવી રહ્યા છે.

વિસ્ફોટ થતાં જ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યા હતા અને કડક સુરક્ષા હેઠળ તેમના ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. ડિસ્ટ્રિક્ટ ડેપ્યુટી ગવર્નર સેલિના લીઓએ આ બાબતની પુષ્ટિ કરતા કહ્યું કે એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. જ્યારે તે કેમ્પસમાં પહોંચ્યો ત્યારે ધડાકા સાથે તે ઉડી ગયો. બહાર પાર્ક કરેલી કારમાં પણ વિસ્ફોટ થયો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *