Brazil, તા. 23
બ્રાઝિલમાં એક વિમાન અકસ્માત થયો હતો. આ અકસ્માત ગ્રામાડો સેરા ગૌચામાં થયો હતો. માહિતી અનુસાર એક ઘરની ચીમની સાથે અથડાયા બાદ એક નાનું વિમાન એક બિલ્ડિંગના બીજા માળે અથડાયું અને બાદમાં એક દુકાન પર પડ્યું હતું.
આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. માહિતી મુજબ દુર્ઘટનામાં ઘાયલ જમીન પરના ઘણા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
રિયો ગ્રાન્ડે ડુ સુલ રાજ્યના ગવર્નર એડ્યુઆર્ડો લેઈટે ટવીટર પર લખ્યું કે, ગ્રામાડો શહેરમાં વિમાન અકસ્માતમાં કોઈ મુસાફરનો જીવ બચી શક્યો નથી. આ વિમાનમાં 9 મુસાફરોને લઈ જવાની ક્ષમતા હતી.
રિયો ગ્રાન્ડે દો સુલ રાજ્યના જાહેર સુરક્ષા કાર્યાલયે માહિતી આપી છે કે, 15 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમાંથી મોટાભાગના અકસ્માતને કારણે આગ અને ધુમાડાથી પ્રભાવિત થયા છે. વિમાનમાં કેટલા લોકો સવાર હતા તે હજુ સ્પષ્ટ નથી.