Mumbai,તા.૨૪
બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા તેના પરિવાર સાથે બદ્રીનાથ-કેદારનાથ દર્શન માટે પહોંચી હતી. તેમણે પરિવાર સાથે અહીં મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. તેમજ ભક્તોને ચારધામ યાત્રામાં પધારવા અપીલ કરી હતી. તેણે કહ્યું કે તે બદ્રીનાથ-કેદારનાથ ધામના દર્શનથી અભિભૂત છે.
ઉત્તરાખંડના કોટદ્વારની વતની બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ ’સિંઘ સાબ ધ ગ્રેટ’, ’સનમ રે’ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ પહેલા તે ઘણા બ્યુટી કોન્ટેસ્ટ ટાઈટલ પણ જીતી ચુકી છે હાલમાં તેની એક્ટિંગ સફર બોલિવૂડમાં ચાલુ છે.
અભિનેત્રી ઉર્વશી રૌતેલા મંગળવારે સવારે સૌથી પહેલા કેદારનાથ ધામ પહોંચી હતી. મંદિરે પહોંચીને પ્રાર્થના કરી. ભગવાન કેદારનાથનો જલાભિષેક કર્યો. તેની સાથે તેની માતા મીરા રૌતેલા અને ભાઈ યશરાજ રૌતેલા પણ દર્શન માટે આવ્યા હતા.
પૂજા પછી, બીકેટીસીના મુખ્ય કાર્યકારી અધિકારી વિજય પ્રસાદ થાપલિયાલે અભિનેત્રી અને તેના પરિવારને ભગવાન કેદારનાથનો પ્રસાદ આપ્યો.બીકેટીસી મીડિયા પ્રભારી ડૉ. હરીશ ગૌરે જણાવ્યું કે કેદારનાથ ધામના દર્શન કર્યા બાદ અભિનેત્રી ઉર્વશી રૌતેલા બપોરે બદ્રીનાથ ધામ પહોંચી હતી. આ અવસર પર ઉર્વશી રૌતેલાએ બદ્રીનાથ મંદિર સિંહ દ્વારમાં તેના ચાહકો સાથે ફોટો પણ પડાવ્યો હતો.