બોલીવુડની અભિનેત્રી Ananya Pandey ને ત્રણ વખત લગ્ન કરવાં છે!

Share:

તાજેતરમાં આપેલાં નિવેદન દ્વારા અનન્યા પાંડેએ તેના લગ્ન વિશેના આયોજનનો સંકેત આપ્યો છે

Mumbai, તા.૨

તાજેતરમાં આપેલાં નિવેદન દ્વારા અનન્યા પાંડેએ તેના લગ્ન વિશેના આયોજનનો સંકેત આપ્યો છે. તેનો આ અંગેનો વીડિયો છેલ્લાં કેટલાંક દિવસોથી વાયરલ થઈ રહ્યો છે. ‘ફેબ્યુલસ લાઇવ્ઝ ઓફ બોલિવૂડ વાઇવ્ઝ’ની બીજી સીઝનમાં તેણે પોતાની આ ઇચ્છા જાહેર કરી હતી, કે તેને એક નહીં પણ ત્રણ લગ્ન કરવા છે. આ વીડિયોમાં દેખાય છે કે અનન્યા તેની બેસ્ટ ફ્રેન્ડ શનાયા કપૂર સાથે પોતાને કેવા લગ્ન ગમે છે તે અંગે વાતો કરી રહી છે. જ્યારે શનાયાએ કહ્યું કે તેમનામાં અનન્યા જ પહેલાં લગ્ન કરી લેશે, ત્યારે અનન્યાએ ઉત્સાહપૂર્વક કહ્યુ આગળ તેણે કહ્યું, “મારો આખો વિચાર એવો હતો કે હું તેમની સાથે ફરી લગ્ન કરીશ(અહીં તે પોતાના માતા પિતા, અને ભાવના પાંડે સંદર્ભે વાત કરી રહી હતી) બસ એ શક્ય બને તેની રાહ જોઉં છું. હું જાણે એના માટે તરસી રહી છું.” આ ઉપરાંત અનન્યા બિલકુલ પરંપરાગત રીતે લગ્ન કરવા ખૂબ ઉત્સુક જણાતી હતી. તેણે આગળ કહ્યું, “એ જ, મારે ત્રણ લગ્ન જોઈએ છે. મારે મોટી ઉજવણી જોઇએ છે.” તાજેતરમાં જ અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્નનાં વીડિયોમાં અનન્યા દિલ ખોલીના નાચતી જોવા મળતી હતી. તેના માટે તેના ફૅન્સે તેના વખાણ પણ કર્યાં હતાં. કારણ કે આવા મોટા અને સેલેબ્રિટી મોટા ભાગે બધાં જ લોકો એક ચોક્કસ માળખાં ઉભા રહીને ચોક્કસ ફોટો પડાવતા અને વર્તતા દેખાય છે ત્યારે તેને આ રીતે ખુલીને નાચતી જોઈને ફૅન્સને તે લાગી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *