Bollywood actor Govinda ને તેની જ બંદૂકની ગોળી વાગી,હાલ ગોવિંદા સ્વસ્થ

Share:

Mumbai,તા.01

બોલિવૂડના ફેમસ એક્ટર ગોવિંદાને આજે સવારે (પહેલી ઓક્ટોબર) પગમાં ગોળી વાગી હતી, ત્યાર બાદ તેને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ગોળી વાગવાના કારણે તેના શરીરમાંથી ઘણું લોહી નીકળી ગયું હતું, જેના કારણે તેની સ્થિતિ ઘણી ગંભીર થઈ ગઈ હતી. જોકે, ગોળી વાગ્યા બાદ ગોવિંદાનું પહેલું નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવાયું કે, તેના પગમાંથી સફળતાપૂર્વક ગોળી કાઢી દીધી છે.

ગોળી વાગ્યા બાદ પોતાના પહેલાં નિવેદનમાં ગોવિંદાએ કહ્યું, ‘તમારા બધાના અને ભોલેબાબાના આશિર્વાદ તેમજ ગુરૂની કૃપાના કારણે જે ગોળી વાગી હતી, તેને કાઢી દેવાય છે. હું ડૉક્ટર અગ્રવાલનો આભાર માનું છું. આ સાથે જ તમામને મારા માટે પ્રાર્થના કરવા માટે આભાર.’ ગોવિંદાનું આ નિવેદન ઓડિયો રૂપે આવ્યું છે, જેને ગોવિંદાના નજીકના મિત્ર અને પૂર્વ ધારાસભ્ય તેમજ શિવસેના શિંદે દળના પ્રવક્તા કૃષ્ણ હેગડેએ રજૂ કર્યું હતું. ગોવિંદાના ઓડિયો મેસેજમાં તેના અવાજથી અંદાજો લગાવી શકાય છે કે, ગોવિંદાની સ્થિતિ ઘણી ગંભીર હતી.

ભૂલથી છૂટી ગઈ ગોળી

હાલ ગોવિંદા CRITI હોસ્પિટલમાં દાખલ છે, ઘટનાની જાણકારી મળ્યા બાદ મુંબઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તેની લાઇસન્સ રિવોલ્વરને જપ્ત કરી લીધી છે. મળતી માહિતી મુજબ, રિવોલ્વર ભૂલથી ચાલવાના કારણે ગોવિંદાના ઘૂંટણમાં ગોળી વાગી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ગોવિંદાના મેનેજરે જણાવ્યું કે, હું અને ગોવિંદા કોલકાતા જઈ રહ્યા હતાં, ત્યારે જ આ ઘટના બની હતી.

હાથમાંથી છૂટી ગઈ રિવોલ્વર

ગોવિંદાના મેનેજરે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, સવારે પાંચ વાગ્યાની આજુબાજુમાં જ્યારે ગોવિંદા કોલકાતા જવાની તૈયારી કરી રહ્યો હતો, એ દરમિયાન આ ઘટના બની હતી. જ્યારે ગોવિંદા રિવોલ્વરને કેસમાં રાખતો હતો, તે સમયે રિવોલ્વર તેના હાથમાંથી છૂટીને જમીન પર પડી ગઈ અને પગમાં વાગી. ત્યાર બાદ અફરાતફરીની વચ્ચે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

અભિનેતા ગોવિંદાને તેમની જ બંદૂકની પગમાં ગોળી  વાગી હતી. આ ઘટના સવારે પોણા પાંચ વાગ્યાની છે. સવારે ક્યાંક જવા માટે નીકળતા હતા, ત્યારે બંદૂક સાફ કરતી વખતે મિસ ફાયર થયું હતું. હાલ તેઓ CRITI કેયર હોસ્પિટલમાં દાખલ છે. પ્રાપ્ત અહેવાલો પ્રમાણે, તાત્કાલિક ઓપરેશન કરીને આ ગોળી બહાર કાઢી લેવાઈ છે. હાલ ગોવિંદા સ્વસ્થ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જે સમયે આ ઘટના બની હતી ત્યારે ગોવિંદા ઘરે એકલા હતા. તે બહાર જવાની તૈયારી કરી રહ્યા હતા અને પોતાની લાયસન્સવાળી બંદૂકને સાફ કરી રહ્યા છે. ત્યારે અચાનક મિસ ફાયર થતાં તેમના ઘૂંટણમાં ગોળી વાગી ગઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ગોવિંદાએ પોતાની પડોશમાં રહેતા પોતાના સંબંધીને કોલ કર્યો અને તેમણે ઘટનાસ્થળે પહોંચી ગોવિંદામાં હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર ફાયરિંગ બાદ તે ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમણે ગોવિંદાની બંદૂકને પોતાના કબજામાં લીધી હતી. કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અભિનેતાની બંદૂકમાંથી મિસફાયર થયું છે અને ગોળી તેમના ઘૂંટણમાં વાગી છે. ગોવિંદા પાસે લાયસન્સવાળી બંદૂક છે. તો બીજી તરફ તેમના પરિવાર અને ટીમે કોઇ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

ANI દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર અભિનેતા અને શિવ સેના નેતા ગોવિંદા કોલકત્તા જવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે પોતાની બંદૂકને કવરમાં મૂકી રહ્યા હતા, ત્યારે તેમના હાથમાંથી બંદૂક પડી અને મિસ ફાયર થયું હતું, જેના લીધે તેમના પગમાં ગોળી વાગી હતી. ડોક્ટરોએ ગોળી નિકાળી દીધી છે અને તેમની તબિયત સ્વસ્થ છે. આ જાણકારી તેમના મેનેજર શશિ સિન્હાએ એએનઆઇને આપી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *