Bollywood માં કરિયર બનાવવા માગતા યુવાઓને શ્રદ્ધાની સલાહ

Share:

Mumbai,તા.11

આ વર્ષે શ્રદ્ધા કપૂરે સિનેમાપ્રેમીઓને સ્ત્રી-2 જેવી શાનદાર ફિલ્મ આપી છે. હોરર કોમેડી ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ત્યારે ચાહકો હવે શ્રદ્ધાની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શ્રદ્ધા સિનેમા અને ફિલ્મો વિશે અલગ રીતે વિચારે છે. તેનું કહેવું છે કે, મને રાહ જોવી મંજૂર છે, પરંતુ જો યોગ્ય પ્રોજેક્ટ મળશે તો તે હા પણ કહીશ. આ ઉપરાંત એક્ટ્રેસે બોલિવૂડમાં કરિયર બનાવવા માગતા યુવાઓને સલાહ પણ આપી છે.

 મારે હજું શ્રેષ્ઠ આવવાનું બાકી છે

શ્રદ્ધા કપૂરે તાજેતરમાં જ સાઉદી અરેબિયાના જેદ્દામાં રેડ સી ફિલ્મ ફેસ્ટિવલ 2024માં હાજરી આપી હતી. એન્ડ્રુ ગારફીલ્ડ સાથે તેણે પોઝ આપ્યો. આ ઉપરાંત તે અન્ય ઘણા ઈન્ટરનેશનલ સ્ટાર્સ સાથે જોવા મળી હતી. આ દરમિયાન એક્ટ્રેસે ભારતીય સિનેમાના ભવિષ્ય અને પાત્રોની પસંદગીમાં તેની પસંદગી વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે, ‘મને લાગે છે કે મારે હજું શ્રેષ્ઠ આવવાનું બાકી છે. ત્યાં ઘણી બધી વસ્તુઓ છે જે હું કરવા માંગુ છું.’ 

હું અલગ-અલગ પ્રકારની ફિલ્મો કરવા માગુ છું

શ્રદ્ધા કપૂરે ફેસ્ટિવલ દરમિયાન કહ્યું કે, હું અલગ-અલગ પ્રકારની ફિલ્મો કરવા માગુ છું, હું અલગ-અલગ પ્રકારના પાત્રો કરવા માંગુ છું. પાત્રોની પસંદગી અંગે શ્રદ્ધાએ કહ્યું કે આ સમય દરમિયાન પસંદગીયુક્ત હોવું જરૂરી છે. એક્ટ્રેસે કહ્યું કે, મને  અનુરૂપ ન હોય તેવું કંઈક કરવાને બદલે હું યોગ્ય પ્રોજેક્ટની રાહ જોઈશ. 

ગ્લેમર માટે ફિલ્મો ન કરતા

મને ન ગમતી બેક ટુ બેક ફિલ્મો કરવા કરતાં હું હોઈ ફિલ્મ નહીં કરું, મને તેનાથી કોઈ સમસ્યા નથી. તેથી એક એક્ટ્રેસ તરીકે હું એવી ફિલ્મોનો ભાગ બનવા માગું છું જે મારા માટે અલગ હોય, આ મારી ઈચ્છા છે.  જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તમે યુવા કલાકારો અને દિગ્દર્શકોને શું સલાહ આપવા માંગો છો? તેના પર તેણે કહ્યું કે, સ્ટારડમ કરતાં ક્રાફ્ટ પર ધ્યાન આપવું જરૂરી છે. ગ્લેમર માટે ફિલ્મો ન કરો. જો તમારે કલાકાર બનવું હોય તો ગ્લેમર માત્ર 10% છે. બાકી 90% તમારી મહેનત છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *