Rajkot:સરકારી જમીન પચાવી પાડવા માટે હાઈકોર્ટનો બોગસ ઓર્ડર તૈયાર કર્યો

Share:

Rajkot,તા.20

રાજકોટ નજીકના વાવડી ગામે આવેલી સરકારી જમીન પચાવી પાડવા કૌભાંડિયાઓએ માત્ર કલેકટર ઓફિસના જ નહીં પરંતુ ગુજરાત હાઈકોર્ટના પણ બોગસ હુકમો તૈયાર કર્યાનો પર્દાફાશ થયો છે. ક્રાઈમ બ્રાંચે આ અંગે બે આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે.

જૂની કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં આવેલ રાજકોટ તાલુકા મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા તેજ શીરીષભાઈ બાણુગરિયા (ઉ.વ.૩૭, રહે. જીવરાજ પાર્ક મેઈન રોડ, રિધ્ધી હેરીટેઈજ)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈ તા.૧ર ડિસેમ્બરના રોજ અરજદાર રેતુલભાઈ શાહની અરજી સાથે રજૂ થયેલ દસ્તાવેજોની ચકાસણી કરાતાં વાવડી ગામે સર્વે નં. 149ની 10,000 ચોરસ વાર બીનખેતી જમીનના કેસમાં દિનેશભાઈ રામજીભાઈ ધામી અને રાજેશભાઈ રામજીભાઈ ધામીના નામના કલેકટરની સહી અને સિક્કા સાથેના બીનખેતી હુકમ, કલેકટરની સહી અને સિક્કા સાથેના પ્લોટ વેચાણ અંગેની મંજુરીનો દાખલો, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ અને મામલતદારનો જમીનનો કબજો ફાળવી પરત કરેલો પત્ર, ગામ નમુના નં.૬ (હકકપત્રક) જેમાં મામલતદાર ઓફિસ રાજકોટ રૂરલના સિક્કા સાથે ડિજિટલ સહી વાળી કોપી અને ગુજરાત હાઈકોર્ટનો હુકમ આ રીતે આ પાંચેય દસ્તાવેજો ગેરકાયદે રીતે બોગસ બનાવાયાનું ખુલ્યું હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *