BMW Motorrad India એ ભારતીય બજારમાં BMW 3 સિરીઝ લોંગ વ્હીલબેઝનું ફેસલિફ્ટ મોડેલ લોન્ચ કર્યું છે. આ જર્મન કંપનીની ભારતમાં બીજી રાઇટ હેન્ડ ડ્રાઇવ લોન્ગ વ્હીલબેઝ પ્રીમિયમ સેડાન છે. અગાઉ, કંપનીએ ગયા વર્ષે જુલાઈમાં ભારતમાં આઠમી જનરેશનની BMW 5 સિરીઝ LWB લોન્ચ કરી હતી.
નવી BMW 3 સિરીઝ LWB ફક્ત 330Li M સ્પોર્ટ વેરિઅન્ટમાં જ ઉપલબ્ધ છે. કંપનીએ તેની કિંમત 62.60 લાખ રૂપિયા રાખી છે. તેને BMW ની ચેન્નાઈ ફેક્ટરીમાં એસેમ્બલ કરવામાં આવશે. આ મોડેલ ફક્ત પેટ્રોલ પાવરટ્રેન સાથે ઉપલબ્ધ છે, જ્યારે તેનું ડીઝલ વેરિઅન્ટ વર્ષના અંતમાં આવી શકે છે.
તે Audi A6 અને Volvo S90 અને નવી પેઢીની મર્સિડીઝ બેન્ઝ E-ક્લાસ સાથે સ્પર્ધા કરશે. કંપનીએ કારમાં માઈલ્ડ હાઇબ્રિડ ટેકનોલોજી સાથે 2.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન આપ્યું છે. કંપનીનો દાવો છે કે આ કાર માત્ર 6.2 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે