Than પાલિકામાં ભાજપમાં બળવો: હોદ્દેદારની ચૂંટણીમાં 25માંથી 12 સભ્યો ગેરહાજર રહ્યા

Share:

Surendranagar,તા.06

સુરેન્દ્રનગર જિલ્લાના થાન નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 25 બેઠક પર ભાજપ અને 3 બેઠક પર બસપાના ઉમેદવારોની જીત થતાં થાન નગરપાલિકામાં ફરી ભાજપનો ભગવો લહેરાયો હતો. પણ બહુમતી છતાંય આંતરિક બળવાની સ્થિતિ ઊભી થઈ છે. થાન મામલતદાર કચેરી ખાતે પ્રમુખ અને ઉપ-પ્રમુખની અનેક ચર્ચાઓ અને અટકળો વચ્ચે પ્રમુખ તરીકે પ્રદ્યુમનસિંહ રાણા અને ઉપ-પ્રમુખ તરીકે રાજુભાઈ અલગોતરની વરણી કરાવામાં આવી હતી. વરણી પ્રક્રિયામાં ભાજપના 13 સભ્યોની ઉપસ્થિત રહ્યાં હતા જ્યારે 12 સભ્યો ગેરહાજર રહ્યાં હતા. આ દરમિયાન ગેરહાજર રહેલા ભાજપના 12 અને બસપાના 3 સહિત 15 સભ્યોને ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ અજ્ઞાત જગ્યાએ લઈ ગયા હોવાની ચર્ચાઓ જોર પકડ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *