Rajkot , તા.૭
ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખની નિમણુંક માટેની હાલ પ્રક્રિયા હાલ ચાલી રહી છે ત્યારે આ પ્રક્રિયા માટે દરેક વિધાનસભામાંથી એક પ્રદેશ પ્રતિનિધિની નિમણુંક કરવાની હોય પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટના વિધાનસભા સીટી દીઠ પ્રદેશ પ્રતિનિધિઓની નિમણુંક કરવામાં આવેલ છે. આ પ્રદેશ પ્રતિનિધીઓ પ્રદેશ પ્રમુખની નિમણુંકની પ્રક્રિયાનો એક ભાગ હોય છે જે અંતર્ગત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ પૂર્વ વિધાનસભા-૬૮ માં કાયમી આમંત્રિત વલ્લભાઈ દુધાત્રા, પશ્ચિમ વિધાનસભા-૬૯ માં પૂર્વ પ્રમુખ વોર્ડ નં.૨ રાજેન્દ્રસિંહ ગોહિલ, દક્ષિણ વિધાનસભા-૭૦ માં પ્રદેશ સેલ સંયોજક દિનેશ ટોળીયા, ગ્રામ્ય વિધાનસભા-૭૧ માં પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાની નિમણુંક કરવામાં આવતા ભારતીય જનતા પાર્ટીના રાજકોટ મહાનગરના તમામ શ્રેણીના હોદેદારોને કાર્યકર્તાઓ તેમની નિમણુંકને આવકારી હતી અને હાર્દિક શુભકામનાઓ પાઠવેલ હતી.