Mumbai,તા.8
બોલીવુડ અભિનેતા સલમાનખાન માથેથી ઘાત હળવી કે દુર થતી ન હોય તેમ વધુ એક વખત ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગનાં નામે ધમકી આપવામાં આવી છે.મુંબઈનાં ટ્રાફીક ક્ધટ્રોલ રૂમમાં મધરાત્રે ધમકીભર્યો મેસેજ પાઠવવામાં આવ્યો હતો. જેને પગલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે ધમકી આપનારની હજુ ઓળખ શકય બની નથી.
દબંગ અભિનેતાને કેટલાંક વખતથી એક પછી એક ધમકી મળી રહી છે.થોડા વખત પૂર્વે તેના નિવાસસ્થાને ગોળીબાર પણ થયો હતો. આ સિવાય ગત દિવસોમાં હરણના શિકાર મામલે મંદિરે જઈને માફી માંગવા તથા પાંચ કરોડ રૂપિયા આપવાની પણ ધમકી આપવામાં આવી હતી બોલીવુડ અભિનેતા પર વધતા જોખમને પગલે તેની સુરક્ષામાં વધારો કરી દેવાયો હતો. મંદિરમાં જઈને માફીની માંગ સલમાનના પિતાએ ફગાવી દીધી હતી.
સલમાનખાનને એક પછી એક ધમકી મળતી જ રહી છે તેવા સમયે ગઈકાલે શાહરૂખખાનને પણ જાનથી મારી નાખવાની ધમકી આપીને મોટી રકમની ખંડણી માંગવામાં આવતા બોલીવુડ સ્તબ્ધ બન્યુ છે.
પોલીસે આ ધમકીને ગંભીર ગણી હતી. ફૈઝાનખાન નામના શખ્સે આ ધમકી આપી હતી. તેનો કોલ ટ્રેસ કરીને તપાસ રાયપુર સુધી લંબાવવામાં આવી હતી. હવે સલમાનને નવેસરથી ધમકી વિશે પણ ફરીયાદ દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.