Jamnagar,તા.03
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વનાણાં ગામમાં રહેતા 50 વર્ષના આઘેડ કે જેઓના બાઈકની આડે ઢોર ઉતરતાં નીચે પટકાઇ પડવાથી ગંભીર ઇજા થઈ હતી, અને સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના વનાણાં ગામમાં રહેતા મુળુભાઈ દુદાભાઈ બેરા નામના 50 વર્ષના આધેડ કે જેઓ ગત 23 તારીખે સવારે પોતાનું બાઈક લઈને જામજોધપુરથી વનાણાં ગામે પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા, જે દરમિયાન રસ્તામાં એક રસ્તે રઝળતું ઢોર તેઓના બાઇકના અડફેટમાં આવી ગયું હતું, અને બાઈક ફંગોળાઈ જતાં મુરુભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી તેઓને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજયું છે. આ બનાવ અંગે મૃતકના પત્ની રૂડીબેન મુરુભાઈ બેરાએ પોલીસને જાણ કરતા જામજોધપુરના પોલીસ જી.જી.હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.