Jamnagar માં ટાઉનહોલ સર્કલ વિસ્તારમાં થયેલી બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

Share:

Jamnagar,તા.17

 જામનગરમાં ટાઉનહોલ વિસ્તારમાંથી તાજેતરમાં એક બાઈકની ચોરી થઈ હતી, જે વાહનચોર તસ્કર બેલડીને પોલીસે ઝડપી લીધી છે અને ચોરાઉ બાઈક કબજે કર્યું છે.

જામનગરમાં ટાઉનહોલ સર્કલ નજીક પારસી અગિયારી પાસેથી એક યુવાનનું બાઇક ચોરી થઈ ગયું હતું, જે અંગે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદના અનુસંધાને પોલીસે જુદા-જુદા સીસીટીવી કેમેરાઓની મદદથી બે તસ્કરોને ઝડપી લીધા છે.

જામનગરમાં ભીડ ભંજન નહાદેવના મંદિર પાસે ફૂટપાથ પર આશરો લેનારા રોહિત રવજીભાઈ સોલંકી નામના દેવીપુજક શખ્સ તેમજ કાલાવડ તાલુકાના ખંઢેરા ગામના અજય ઉર્ફે ટીપુ મુકેશભાઈ પરમાર નામના શખ્સની પોલિસે અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી ચોરાઉ બાઈક કબ્જે કરી લીધું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *