Tankara ની બજારમાં બાઈક અચાનક સળગી ઉઠ્યું, લોકોમાં ભયનો માહોલ

Share:

Morbi,તા.06

ટંકારાની મેઈન બજારમાં બપોરના સમયે એક બાઈકમાં અચાનક આગ લાગી હતી બાઈક ભડભડ સળગી ઉઠતા ખરીદી અર્થે આવેલા ગ્રાહકોમાં ભયનો માહોલ છવાયો હતો સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી

ટંકારા દેરી નાકા રોડ પરના શો રૂમ પાસે એક બાઈકમાં ઓચિંતી આગ લાગી હતી અને આગ લાગતા બાઈક સળગવા લાગ્યું હતું જેથી સ્થાનિક વેપારીઓ પાણી છાંટી આગ પર કાબુ મેળવવામાં લાગી ગયા હતા પરંતુ આગ કાબુમાં નહિ આવતા વેપારીએ ફાયર સેફટીના બાટલાની મદદથી આગ કાબુમાં લીધી હતી બાઈક સળગી ઉઠ્યું તેની નજીકમાં કપડાની દુકાન હતી જેથી થોડીવાર માટે વેપારીઓ સહીત સૌ કોઈના જીવ પડીકે બંધાયા હતા પરંતુ સમયસર આગ પર કાબુ મેળવી લેતા દુર્ઘટના ટળી હતી અને બનાવમાં કોઈ જાનહાની ના થતા વેપારીઓ રાહતનો શ્વાસ લીધો હતો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *