Morbi,તા.01
શહેરની નર્સરી ચોકડી નજીક ક્વાર્ટરના ઘર પાસે પાર્ક કરેલ ૭૦ હજારની કિમતનું બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી જતા બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધાઈ છે
રાજકોટના રહેવાસી અને હાલ વાંકાનેર વઘાસીયા ટોલનાકા નજીક જ્યોતિ સેનેટરીમાં કામ કરતા મુનાભાઈ રાણાભાઇ સોઢા (ઉ.વ.૪૩) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૮ જાન્યુઆરીના રોજ રાત્રીના સાડા અગિયારથી તા. ૨૯ જાન્યુઆરીના સવારના છ વાગ્યા દરમિયાન જ્યોતિ સેનેટરીના ક્વાર્ટર પસે રાખેલ ફરિયાદીનું બાઈક જીજે 03 એમએન ૮૫૧૮ કીમત રૂ ૭૦ હજાર વાળું અજાણ્યો ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે અથવા લોક તોડી ચોરી કરી ગયો છે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે