Morbi,તા.18
બાઈક ચાલક યુવાનનું મોત જયારે એકને ઈજા પહોંચી
શનાળા ગામ નજીક ડબલ સવારી બાઈકમાં યુવાનો જતા હતા ત્યારે રોજ્ડું આડું ઉતરતા બાઈક સ્લીપ થયું હતું જે અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું જયારે એક યુવાનને ઈજા પહોંચી હતી બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
ગીર સોમનાથ જીલ્લાના ગાભા ગામના કરશનભાઈ દેવશીભાઈ વાઢેર (ઉ.વ.૫૫) વાળાએ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના દીકરા જીતેન્દ્ર કરશન વાઢેર પોતાનું બાઈક જીજે ૩૨ એન ૭૧૪૧ વાળું પુરઝડપે ચલાવી જતા હતા ત્યારે રાજકોટ હાઈવે પર શનાળા ગામ નજીક મેડીકલ કોલેજ પાસે રોજ્ડું આડું ઉતરતા બાઈક સ્લીપ થયું હતું જે અકસ્માતમાં પાછળ બેસેલ ચિરાગભાઈને માથામાં અને શરીરે ઈજા પહોંચી હતી જયારે બાઈક ચાલક જીતેન્દ્રભાઈ વાઢેર (ઉ.વ.૨૩) વાળાને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે