Maharashtra,તા.૫
છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ ચાલી રહી છે. તમને ખબર જ હશે કે ગઈકાલે જ, મહાયુતિ સરકારમાં અજિત પવારના ક્વોટામાંથી ખાદ્ય અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી બનેલા ધનંજય મુંડેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મહારાષ્ટ્રમાં બીડના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના મામલે ટીકાનો સામનો કરી રહેલા ધનંજય મુંડેએ મંગળવારે મહારાષ્ટ્ર કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું. હવે તેમના પછી રાજ્યના કૃષિ મંત્રી માણિકરાવ કોકાટેનું પદ પણ જોખમમાં હતું પરંતુ હવે તેમને રાહત મળી છે.
તમને જણાવી દઈએ કે એનસીપી ધારાસભ્ય માણિકરાવ કોકાટેને ગયા મહિને નાસિક મેજિસ્ટ્રેટ કોર્ટે છેતરપિંડીના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. આ પછી તેને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી. જોકે, તે પછી સેશન્સ કોર્ટે તેમની સજા સ્થગિત કરી દીધી હતી. ત્યારથી, તેમનું મંત્રી પદ અને ધારાસભ્ય પદ લટકતું હતું. આ મામલે વિપક્ષી નેતાઓ કોકાટેના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. આજે, એટલે કે ૫ માચર્ના રોજ, સેશન્સ કોર્ટે મેજિસ્ટ્રેટ કોટર્ના આદેશ પર સ્ટે આપ્યો છે અને તેમની સજા સ્થગિત કરી છે.
રાજ્યના કૃષિ પ્રધાન માણિકરાવ કોકાટેને દોષિત ઠેરવવામાં આવ્યા અને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી ત્યારથી, વિપક્ષી નેતાઓ સરકારનો વલણ જાણવા માંગતા હતા, અને કહ્યું હતું કે હાઇકોર્ટ દ્વારા ચુકાદા પર કોઈ સ્ટે આપવામાં આવ્યો નથી. આ સંદભર્માં, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું કે, ’છેતરપિંડીના કેસમાં દોષિત જાહેર થયેલા રાજ્યના કૃષિ મંત્રી માણિકરાવ કોકાટેના કેસમાં નિર્ણય કોટર્ના આદેશ પછી વિધાનસભા અથવા રાજ્યપાલ દ્વારા લેવામાં આવશે.’