૨૦૨૩ માં, ડેવલપરે જાહેરાત કરી હતી કે ‘ધ લિજેન્ડ’ બિલ્ડિંગમાં ૧૫ લક્ઝરી એપાર્ટમેન્ટ બનાવવામાં આવશે
Mumbai, તા.૨૯
દિલીપ કુમારના આઇકોનિક બંગલાની જગ્યાએ બની રહેલ સી વ્યૂ બિલ્ડિંગમાં ટ્રિપ્લેક્સ એપાર્ટમેન્ટ ૧૫૫ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, થોડા વર્ષો પહેલા દિલીપ સાહેબના આ બંગલા અંગે વિવાદ થયો હતો. આ પ્રોજેક્ટમાં ૨૦૦૦ ચોરસ ફૂટનું મ્યુઝિયમ પણ સામેલ છે, જે દિલીપ સાહેબને સમર્પિત છે. બોલિવૂડના દિગ્ગજ કલાકાર દિલીપ કુમારનો બંગલો મુંબઈના પાલી હિલ વિસ્તારમાં હતો. ગત વર્ષે તેને તોડીને તેની જગ્યાએ હાઉસિંગ પ્રોજેક્ટ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે આ પ્રોજેક્ટમાં જંગી રોકાણ કરવામાં આવ્યું છે. દિલીપ કુમારના આઇકોનિક બંગલાની જગ્યાએ બની રહેલી આ સી-વ્યૂ બિલ્ડિંગમાં ટ્રિપ્લેક્સ એપાર્ટમેન્ટ ૧૫૫ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, થોડા વર્ષો પહેલા દિલીપ સાહેબના આ બંગલા અંગે વિવાદ થયો હતો. રિયલ એસ્ટેટ પોર્ટલ સ્ક્વેર ફીટ ઈન્ડિયા અનુસાર, દિલીપ સાહબના બંગલાની જગ્યાએ બનેલા હાઉસિંગ પ્રોજેક્ટમાં ટ્રિપ્લેક્સ ૧૫૫ કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યો છે. ઈમારતના ૯મા, ૧૦મા અને ૧૧મા માળે ફેલાયેલ આ ટ્રિપ્લેક્સ એપ્કો ઈન્ળાટેક પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ખરીદવામાં આવ્યું છે અને તેને વેચનારી કંપનીનું નામ બ્લેકરોક છે. ૯,૫૨૭.૨૧ ચોરસ ફૂટ કાર્પેટ એરિયા ધરાવતા આ એપાર્ટમેન્ટનો પ્રતિ ચોરસ ફૂટનો દર આશરે રૂ. ૧.૬૨ લાખ છે, જે તેને મુંબઈની સૌથી મોંઘી મિલકતોમાંની એક બનાવે છે. આ મિલકતની નોંધણી માટે રૂ. ૯.૩૦ કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી છે. ૨૦૧૬માં દિલીપ કુમારે તેનો પાલી હિલ બંગલો તોડીને ત્યાં લક્ઝરી હાઉસિંગ પ્રોજેક્ટ બનાવવા માટે અશર ગ્રુપ સાથે કરાર કર્યો હતો. આ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું નામ ‘ધ લિજેન્ડ’ છે અને તેમાં ૪ અને ૫ મ્ૐદ્ભ લક્ઝરી એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટમાં ૨૦૦૦ ચોરસ ફૂટનું મ્યુઝિયમ પણ સામેલ છે, જે દિલીપ સાહેબને સમર્પિત છે. ૨૦૨૩ માં, ડેવલપરે જાહેરાત કરી હતી કે ‘ધ લિજેન્ડ’ બિલ્ડિંગમાં ૧૫ લક્ઝરી એપાર્ટમેન્ટ બનાવવામાં આવશે. અગાઉ એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે આ પ્રોજેક્ટ ૨૦૨૭માં પૂર્ણ થશે અને તેનાથી લગભગ ૯૦૦ કરોડ રૂપિયાની આવક થશે.